Corona Update

અમદાવાદના નવા 7 વિસ્તારો મૂકાયા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં.. જાણો વિસ્તારના નામ

4.01Kviews

અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા થોડી ઘટી હોવા છતાં શહેરનાં શહેરના પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને તંત્રએ રવિવારે વધુ સાત વિસ્તારને માઈક્રોકન્ટેન્મેન્ટ હેઠળ મુકવાની જાહેરાત કરી છે. અગાાઉ 37 વિસ્તારો સાથે નવા સાત વિસ્તારો ઉમેરાતા અમદાવાદમાં હવે કુલ 44 વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ આવરી લેવાયા છે.

આ વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મુકાયા

  1. ચાંદલોડિયા તળાવ પાસે આવેલી ગજરાજ સોસાયટીમાં આવેલા 80 મકાન અને 340 લોકો
  2. મેમનગર સુભાષ ચોકમાં આવેલા મારૂતિ કોંપલેક્ષમાં 15 મકાન અને 76 લોકો
  3. સરખેજમાં આવેલા જુના રોહીતવાસના 160 મકાનો અને 526 લોકોની વસ્તી,
  4. પશ્ચિમ ઝોનમાં લાવણ્ય સોસાયટી પાસે આવેલા કૃપા ફલેટમાં 48 મકાનો
  5. નારણપુરામાં આવેલા કર્ણાવતી ફલેટમાં કેસ વધતા કુલ 504 મકાન અને 1740 લોકોની વસ્તી,
  6. સાબરમતીમાં ઠાકોરવાસ અને ડાહ્યાભાઈની ચાલીમાં 175 મકાન અને 500 લોકોની વસ્તી
  7. ચાંદખેડામાં તેજેન્દ્રનગરમાં 270 મકાન અને 1080 લોકોની વસ્તી

Leave a Response

error: Content is protected !!