જાણવા જેવુરાજનીતિ

જાણો સરકારના આ નિર્ણંયથી પાકિસ્તાની સેના ચીની સેના સાથે નહિ જોડાઈ શકે

153views

રક્ષામંત્રી રાજનાથ સિંહે લડાખમાં રિનચેન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. તે દરમ્યાન રાજનાથ સિંહે કહ્યું કે, સિયાચિન ક્ષેત્ર હવે પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યું છે. સિયાચિન બેસ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીના ક્ષેત્રને પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યું છે.તે દરમ્યાન રાજનાથ સિંહે કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમ્યાન કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ પણ નહોતો કરેલો. આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ચીનનું નિવેદન પણ મહત્ત્વપૂર્ણ છે.સિયાચિન ગ્લેશિયર રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જ્યાં સુધી તે ભારતના નિયંત્રણમાં છે, ત્યાં સુધી પાકિસ્તાની સેના ચીની સેના સાથે જોડાઈ શકશે નહિ. સાથે જ લદ્દાખ માટે પણ ખતરો પેદા નહિ કરી શકે.

સિયાચિન ચીની નિયંત્રણ અને બાલ્ટિસ્તાન હેઠળ શક્સગામ ઘાટીની વચ્ચે એક સાથે કાર્ય કરે છે. જેના પર પાકિસ્તાનનો કબ્જો છે.  સિયાચિન ગ્લેશિયર લદ્દાખનો હિસ્સો છે.હમણા સુધીમાં સિયાચિન ગ્લેશિયરની આસપાસ રહેતા લોકોને છોડીને સેના તરફથી અન્ય કોઈ પણ વ્યક્તિને ત્યાં જવાની અનુમતિ અત્યાર સુધી ન હતી.

Leave a Response

error: Content is protected !!