રાજનીતિ

ગુજરાતે લગાવી ‘પ્રવાસન ક્ષેત્રે’ એવોર્ડની હેટ્રિક જાણો ક્યાં ક્યાં મળ્યા એવોર્ડ

89views

ગુજરાત પ્રવાસન ક્ષેત્રે હાર હરહમેંશા કંઈક અનોખી રીતે ટુરિઝમમાં પ્રગતિ કરતુ જ રહે છે એ ગુજરાતની એક આગવી આવડત છે. આમ પણ કુદરતે જ ગુજરાત પર જાણે પોતાની મહેર લૂંટાવી દીધી હોય તેવું જ લાગે અહીંયા ગીરને માણવાથી લઈ કચ્છના રણમાં રહેવા લોકો કાગ ડોળે રાહ જોઈ બેઠા હોય છે તો ગુજરાત પણ મહેમાનોની આગતાસ્વાગતા માટે એકદમ વ્યાકુળ જ હોય છે બરાબરને તો પછી એવોર્ડ તો બને જ ને…. પ્રવાસન ક્ષેત્રે ગુજરાત રાજ્યને રાષ્ટ્રીયસ્તરે મળ્યું સન્માન તો સાથે મળ્યા 3 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ પણ તો ચાલો જાણી લઈએ કે કઈ કઈ કેટેગરીમાં ગુજરાતે મારી બાજી

 

  • બેસ્ટ સિવિક મેનેજમેન્ટ ઓફ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઈન ઇન્ડિયા (કેટેગરી-A) : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • મોસ્ટ રિસ્પોન્સિબલ ટુરિઝમ પ્રોજેક્ટ ઇનિશિએટિવ: ધોરડો, કચ્છ
  • બેસ્ટ હેરિટેજ વૉક: અમદાવાદ હેરિટેજ વૉક, જી – અમદાવાદ

બસ આ શુભ પ્રસંગે અભિનદન સાથે એક વાત જરૂર કહેવાની એક ગુજરાતી હોવાને નાતે ” કુછ દિન તો બિતાવો ગુજરાત મૈ “…….

Leave a Response

error: Content is protected !!