જાણવા જેવુરાજનીતિ

જાણો કોના દ્વારા મોદીને આપવામાં આવશે એવોર્ડ !!!!

114views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં શરૂ કરેલ “સ્વચ્છ ભારત અભિયાન” સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદીની મહેનત અને કાર્યની પ્રશંસા કરતા અમેરિકાના બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મોદીને એવોર્ડ આપવામાં આવશે.

જીતેન્દ્ર સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે, 25 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે જવાના છે ત્યારે ભારતીય માટે ગર્વની વાત એ છે કે, મોદીને અમેરિકાના બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ‘સ્વચ્છતા અભિયાન’ માટે એવોર્ડ અનાયત કરવામાં આવશે.

મોદીને મળેલ અન્ય સન્માન

વડાપ્રધાન મોદીને અબુ ધાબીના ક્રાઉન્સ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ એલ નાહ્યંએ 24 ઓગસ્ટે સંયુક્ત અરબ અમીરાતના સર્વોચ્ચ સમ્માન ‘ઓર્ડર ઓફ જાયેદ’થી સન્માનીત કર્યા હતા. બહરીનમાં ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમાદ બિન ઈસા અલ ખલીફાએ તેમને ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા’થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Leave a Response

error: Content is protected !!