રાજનીતિ

કોંગ્રેસે રમી શકુનિ રમત:ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહી કર્યા દેશભરમાં બદનામ

106views

ગુજરાતનાં ખમતિધર ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં બદનામ કરવાની કોંગ્રેસની ભૂંડી ચાલ

સીંદરી બળી ગઈ પણ વળ ના છૂટ્યું : ખેડૂતોનાં નામે ચરી ખાવાની વર્ષો જૂની પરંપરા બંધ કરીને કોંગ્રેસ સુધરી જાય તો તેનાં માટે જ સારું છે.

કોંગ્રેસ કાળમાં ખેડૂતો ધૂળ ફાંકતા હતા અને રૂપાણી રાજમાં ખેડૂતો સુખી-સંપન્ન-સમૃદ્ધ બન્યા : ગુજરાતનાં ખેડૂતો દેવાદાર નહીં દિલદાર છે.

એક તરફ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેડૂતોની આવક બમણી કરવા સંકલ્પબદ્ધ છે. રૂપાણી સરકાર અવનવી યોજનાઓ દ્વારા રાજ્યનાં ખેડૂતો સુખી-સંપન્ન-સદ્ધર બને એ દિશામાં સતત કાર્યરત છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ ગુજરાતનાં ખમતિધર ખેડૂતોને દેવાદાર-નાદાર કહી દેશભરમાં બદનામ કરવાની ભૂંડી ચાલ ચાલી રહી છે. કોંગ્રેસ ખેડૂતોનાં નામે રાજકરણ રમી રૂપાણી સરકારને બદનામ કરવા ઈચ્છે છે એ સૌ જાણે છે પરંતુ રૂપાણી સરકારને યેનકેન પ્રકારે બદનામ કરવા જતાં કોંગ્રેસ ખેડૂતોનું જ અપમાન કરી રહી છે. કારણ, હકીકત તો એ છે કે વર્તમાન સમયમાં રૂપાણી સરકારની કૃષિલક્ષી નીતિઓનાં પરિણામસ્વરૂપે જ ગુજરાતનાં ખેડૂતો સમૃદ્ધ બન્યા છે અને આશરે 95 ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે. આજકાલ વિધાનસભામાં આપણા પ્રગતિશીલ રાજ્યનાં સુખી-સંપન્ન-સમૃદ્ધ ખેડૂતોને દેવાદાર કહી કોંગ્રેસી નેતાઓ તેમની બુદ્ધિનું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યાં છે.

જન-જન જાણે જ છે, ભૂતકાળમાં ખેડૂતોની ખરાબ હાલત માટેની ખરી જવાબદાર કોંગ્રેસ સરકાર હતી. રાજ્યમાં કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ સૌથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. કોંગ્રેસ કલચરમાં જ કિસાન ધૂળ ચાટતો હતો. હવે કેન્દ્ર-રાજ્યમાં મોદી-રૂપાણી સરકાર હોવાથી ખેડૂતોની દેવામાફી થઈ રહી છે. સીધાં જ તેમના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થઈ રહ્યાં છે. વિવિધ ઉત્પાદનોની ટેકાનાં ભાવે ખરીદી થઈ રહી છે. ચોવીસ કલાક ખાતર, પાણી, વીજળી સુવિધા ઊપલબ્ધ છે. કૃષિ લૉન સરળતાથી સસ્તામાં મળી રહી છે. તમામ નાના-મોટા ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા સાથે આવકમાં વૃદ્ધિ થઈ રહી છે.

વિચારવાલાયક છે કે, કોંગ્રેસના કહેવા મુજબ ભૂતકાળમાં કેન્દ્રની યુ.પી.એ. સરકારે રૂ.72 હજાર કરોડના કૃષિ દેવાની માફી આપી હતી તો પછી ખેડૂતો ફરીથી દેવાદાર કેમ બની શકે? વાસ્તવમાં ખેડૂતોને જે સુવિધાઓ સમયસર મળવી જોઈએ તે સુવિધા કોંગ્રેસ સરકારે સમયસર પૂરી પાડી નથી. કોઈ જ દેવામાફી કરી નથી. જેના પરિણામે ખેડૂતોની સ્થિતિ કથળી હતી. પરંતુ ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રયાસોથી ગુજરાતનાં ખેડૂતોની સ્થિતિ સુધરી છે અને તેઓ ખમપીધર બની રહ્યાં છે. સામાન્ય માણસો અને મીડિયાએ કોંગ્રેસના જુઠ્ઠાણાનો ભોગ બન્યા વિના ધિરાણ અને દેવા વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. પોતાની આવશ્યકતા અનુસાર ખેડૂતો લોન મેળવે એટલે તેમને દેવાદાર કહેવાય નહીં. ધિરાણ પરત કરવામાં અસમર્થ ખેડૂતો દેવાદાર કહેવાય. જ્યારે ગુજરાતનાં 95 ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે ત્યારે તેમને દેવાદાર કહીને બદનામ કરવા યોગ્ય નથી. ખેડૂતોનાં નામે ચરી ખાવાની વર્ષો જૂની પરંપરા બંધ કરીને કોંગ્રેસ સુધરે તો તેના માટે જ સારું છે. ગુજરાતનાં ખેડૂતો દેવાદાર નહીં દીલદાર છે.

_ગુજરાતનાં પ્રમાણિક અને મહેનતું ખેડૂતો પ્રતિ વર્ષ રૂા.45 હજાર કરોડથી વધુનું ટૂંકી મુદતનું ધિરાણ લે છે અને 95 ટકા ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઈ પણ કરી આપે છે. રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ 2014-15માં જે ધિરાણ લીધું હતું તેમાંથી 89.60 ટકા પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ 2015-16માં 95.87 ટકા ધિરાણ, વર્ષ 2016-17માં 98.64 ટકા ધિરાણ, વર્ષ 2017-18માં 94.61 ટકા ધિરાણ તથા વર્ષ 2018-19માં જે ધિરાણ લીધુ હતું તે પૈકી 95.70 ટકા ધિરાણ ખેડૂતોએ સમયસર ભરપાઈ કર્યુ છે._

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પાણીદાર કૃષિ નીતિઓનું જ પરિણામ છે કે રાજ્યભરનાં કિસાનોની આવક બમણી થવા જઈ. તેઓ સરકારનાં આભારી બન્યા છે.

Leave a Response

error: Content is protected !!