રાજનીતિ

રાજ્યવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવનો પ્રારંભ, 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકારનું લક્ષ્ય

91views

ગુજરાતની કૃષિક્રાંતિની વિશ્વ ઓળખ સમાન કૃષિ મહોત્સવ-ર૦૧૯ની રાજ્યવ્યાપી શૃંખલા આગામી ૧૬ જુન ૨૦૧૯ના રોજ યોજાયો. આ વર્ષે કૃષિ મહોત્સવ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાનાર છે.જિલ્લાના ધરતીપુત્રોને આધુનિક કૃષિ તરફ પ્રેરિત કરવા શરૂ કરાવેલ કૃષિ મહોત્સવમાં કડી ખાતે સવારે ૦૯-૦૦ કલાકે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Krishi Mahotsav 2019

Posted by Vijay Rupani on Monday, June 17, 2019

Krishi Mahotsav 2019

Posted by Vijay Rupani on Monday, June 17, 2019

રાજ્યમાં પી.એમ. કિસાન યોજના હેઠળ 28 લાખ ખેડૂતોને રૂપિયા 1100 કરોડની ઇનપુટ સહાય આપવામાં આવશે.. રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ખેત પેદાશોની રૂપિયા 9700 કરોડની ટેકાના ભાવે ખરીદી કરી છે. તેમજ રાજ્ય સરકારે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા નો સંકલ્પ કર્યો છે.

દેવભૂમિ દ્વારકા તા.૧૬, ભાણવડ માર્કેટીંગ યાર્ડ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્‍લાનો કૃષિ મહોત્‍સવ-૨૦૧૯ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરાના અધ્‍યક્ષ સ્‍થાને આજે સવારે ૧૦ કલાકે યોજાયો હતો.

લોકોને સંબોધતા ચેરમેન મુળુભાઇ બેરાએ જણાવ્‍યું કે, આપણા નરેન્‍દ્રભાઇ મોદીએ આ કૃષિ મહોત્‍સવની શરૂઆત કરાવી છે અગાઉ કૃષિ રથ ગામડે ગામડે જઇ વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવતું હતું. ચાલુ વર્ષે તાલુકા કક્ષાએ કૃષિ મહોત્‍સવના મેગા કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. જેથી વિવિધ સ્‍ટોલમાંથી ખેડુતો માર્ગદર્શન મેળવી વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેતી કરતા થશે.

પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ રાજયના તમામ જમીન ધારક ખેડુત કુટુંબને ત્રણ સમાન હપ્‍તામાં વર્ષે રૂ.૬૦૦૦નો લાભ આપવામાં આવે છે. રાજય સરકાર ડ્રીપ ઇરીગેશન માટે ૭૦ થી ૮૫ ટકા જેટલી સબ સીડી આપે છે તો તેનો મહતમ લાભ લઇ ઓછા પાણીએ વધુ સમૃધ્‍ધ ખેતી કરવા ખેડુતોને અપીલ કરી હતી. સૌથી વધુ રોજગારી ખેતી અને પશુપાલનમાં છે. આધુનિક ઓજારો ખરીદવા હોય તો ઘર બેઠા ખેડુતોને મળે તેવી વ્‍યવસ્‍થા આ રાજય અને કેન્‍દ્રની સરકાર કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્‍યું કે આપણા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પ્રયત્‍નોથી રાજયમાં સૌપ્રથમ ઓર્ગેનિક કૃષિ યુનિવર્સીટીની સ્‍થાપના કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના કલેકટર ડો.નરેન્‍દ્વકુમાર મીનાએ જણાવ્‍યું કે, રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ ખેડુતોની આવક બમણી કરવાનો સરકાર પ્રયત્‍ન કરી રહી છે. રાજ્ય સરકાર દ્વ્રારા ઉજવવામાં આવતા આ કૃષિ મહોત્સવમાં તમામ ખેડુતમિત્રોને ખેતીને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી પ્રાપ્ત થાય છે. તેમણે ખેડુતોને ટપક સિંચાઇ પધ્‍ધતિ અપનાવવા તેમજ પશુપાલન ક્ષેત્રે ખેડુતોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ભાણવડ તાલુકા ભાજપ પ્રમુખ ગોંવિદભાઇ કનારા, પૂર્વ તાલુકા પંચાલત પ્રમુખ ખીમભાઇ જોગલ, જીલ્‍લા સદસ્‍ય દેવશીભાઇ કરમુર અને વી.ડી.મોરી, જિલ્‍લા ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારી કીરીટ પટેલ, ભાણવડ મામલતદાર પંજાબી, ચિફ ઓફિસર, ભાજપ આગેવાનશ્રી હિતેશભાઇ પિંડારીયા, તેમજ અન્‍ય તાલુકા/જિલ્‍લાના અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્‍યામાં ખેડુતો ઉપસ્‍થિત રહયા હતા.

Leave a Response

error: Content is protected !!