વિકાસની વાત

રાજ્યના ધરતીપુત્રોને આધુનિક કૃષિ તરફ પ્રેરિત કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મહત્વનું પગલું

92views

આ વર્ષે રાજ્યમાં કૃષિ મહોત્સવ 2019 સમગ્ર રાજ્યમાં આવનારી 16 અને 17 જૂનના રોજ રાજ્યનાં 33 જીલ્લામાં તાલુકા દીઠ કોઈ એક સ્થળે યોજવામાં આવશે. કૃષિ મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવાના હેતુથી સંબધિત જીલ્લાના કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ 10 સભ્યોની અમલીકરણ સમિતિને જવાબદારી સોંપવામાં આવશે. તેમજ કૃષિ નિષ્ણાતોનું માર્ગદર્શન, પશુપાલક વ્યાખ્યાનો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, અને આધુનિક કૃષિ જેવા વિષયોને આવરી લેવામાં આવશે તથા સરકારની વિવિધ કૃષિ કલ્યાણ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે.

તે સિવાય આ વખતે કૃષિ મહોત્સવની સાથે સાથે પશુ આરોગ્ય મેળાવનો સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવશે અને પશુઓના ગંભીર રોગોની સ્થળ પર તપાસ અને નિદાન તેમજ સારવાર પણ આરોગ્ય મેળામાં કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી બેઠકમાં આખરી ઓપ આપવામાં હતો. આ બેઠકમાં કૃષિ મંત્રી આર.સી ફળદુ, મંત્રીઓ સૌરભ પટેલ, જયેશ રાદડીયા, કુંવરજી બાવળીયા,જવાહર ચાવડા, રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, મુખ્ય સચિવ જો.જે.એન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કૈલાસનાથન, કૃષિના મુખ્ય સચિવ સંજય પ્રસાદ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

તમને જણાવી દઈએ કે વર્ષ 2004થી તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના ધરતીપુત્રોને આધુનિક કૃષિ તરફ પ્રેરિત કરવા માટે શરૂ કરવામાં આવેલી કૃષિ મહોત્સવની આ 15ની કડીના વ્યાપક આયોજન માટે માર્ગદર્શ આપ્યું હતું.

કૃષિ મહોત્સવ 2019 હેઠળ આધુનિક કૃષિ તાંત્રિકતાઓ, જળ સંચય અને જળ સિંચન દ્વારા પાણીનો ઉપયોગ, કૃષિ યાંત્રિકીકરણ દ્વારા ઓછા ખર્ચે સમયસર ખેતી કાર્યો, સંકલિત પોષણ વ્યવસ્થા દ્વારા જમીનની તંદુરસ્તીની જાળવણી, કૃષિ અને બગાયતી પાકોની ઉત્પાદકતા વધારી તેનું મુલ્યૂવર્ધન, સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ, આદર્શ પશુપાલન, સરકારની વિવિધ સહાયકરી યોજનાઓ અંગેનું માર્ગદર્શન, ખેતી ખર્ચમાં ઘટાડાની સાથે ઉત્પાદનમાં વધારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના જેવા વિષયો આવરી લેવાયા છે.

Leave a Response

error: Content is protected !!