જાણવા જેવુરાજનીતિ

લડાખના સાંસદે ફરી દિલ જીત્યુ, હાથમાં ત્રિરંગો લઈને લેહ બજારમાં લોકો સાથે નાચ્યા

108views

જમ્મુ-કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 37૦ હટાવ્યા બાદ લડાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. લડાખના સાંસદ જમ્યાંગ સિરીંગ નમગિલે લોકસભામાં ઉત્સાહી ભાષણ આપીને સમગ્ર દેશનું દિલ જીત્યું હતું. હાલમાં ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેના હાથમાં ત્રિરંગો અને લોકો સાથે આનંદમાં નાચતા જોવા મળી રહ્યો છે.

લદ્દાખના સાંસદ જામ્યાંગ સિરીંગે જાહેર કરેલા આ વીડિયોમાં તેઓ કલમ 370 હટાવ્યા બાદ લેહ પહોંચતા લેહ-લદાખના લોકો તેમનું સ્વાગત કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા જામ્યાંગ સિરીંગે ટ્વિટ કર્યું હતું કે, ‘લડાખની પ્રજા પર્યાવરણની સુરક્ષા કરવામાં વિશ્વાસ રાખે છે. આને ધ્યાનમાં રાખીને, તેમણે લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની ખુશીની ઉજવણીમાં ફટાકડા નહીં ફોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ વિડિઓ બતાવે છે કે લોકો ઇકો-ફ્રેન્ડલી ઉજવણી કરી રહ્યા છે.

લોકસભામાં તેમના 17 મિનિટના ભાષણમાં જામ્યાંગે કાશ્મીર અંગેના સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે, લદાખની જનતાની દલીલો આખરે સ્વીકારી લેવામાં આવી છે. તેમણે કહ્યું, “જો મોદી હોય તો તે મુમ્કીન છે.” જમ્યાંગે કહ્યું હતું, કે બે પરિવારો એમ જ માનતા હતા કે તેઓ હમેંશાને માટે અહીંયા શાસન કરશે, હવે જ્યારે તેમની જાગીર લૂંટાઇ ગઇ છે ત્યારે તેઓ વિલાપ કરી રહ્યા છે

 

Leave a Response

error: Content is protected !!