રાજનીતિ

રામમંદિર નિર્માણ : ખોદકામ કરતા જે મળ્યું તે જોઈને તમે ચોંકી જશો

1.2Kviews
  • રામ મંદિરના નિર્માણ પહેલા અયોધ્યામાં જમીનનું લેવલિંગ શરૂ થયું
  • શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં સ્તરીકરણ અને બેરીકેડીંગ કાવાની કામગીરી પ્રગતિમાં છે
  • સ્તરીકરણ કર્યા પછી જ ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવશે
  • હાલ ખોદકામ કરતા દેવતાઓની ખંડિત મુર્તિ મળી આવી

રામજન્મભૂમિ પરિસરમાં રામમંદિર  નિર્માણને લઇને તૈયારીઓ તેમજ ભૂમિ સમતલ કરવાનું તેમજ લોખંડની બેરિકેડિંગ હટાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. કોરોના સંકટને ધ્યાનમાં લઇને આ જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે કામકાજ દરમિયાન અવશેષો મળવાનું શરૂ થઇ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે અત્યાર સુધીમાં જ્યા-જ્યાં ખોદકામ થયું છે, ત્યાંથી આસપાસની જગ્યાઓમાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ કળશ વગેરે વસ્તુઓ મળી આવી છે. 

NBT

સ્તરીકરણની કામગીરીમાં 3 જેસીબી, 1 ક્રેન, 2 ટ્રેકટર અને 10 મજૂરો તૈનાત કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે 11 મેથી લેવલિંગ કાર્યક્રમ દરમિયાન, જ્યાં એએસઆઈએ હાઈકોર્ટના આદેશ પર ખોદકામ કર્યું હતું, ત્યાં આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રાચીન પ્રાચીન વસ્તુઓ, દેવી-દેવતાઓની ખંડિત મુર્તિ, વગેરે મળી આવ્યા હતા. છે. અત્યાર સુધીમાં 7 બ્લેક ટચ પથ્થરના સ્તંભ, 6 લાલ માટીના સ્તંભ, 5 ફૂટ કોતરવામાં આવેલા શિવલિંગ અને કમાન પત્થરો મળી આવ્યા છે.

જો કે ટ્રસ્ટ દ્વારા અવશેષો મળવા અંગેની જાણકારી વિસ્તારથી આપવામાં આવી છે. પરંતુ અવશેષ  અંગે કાંઇ વિસ્તારથી બતાવામાં આવ્યું નથી. જો કે મળતી માહિતી મુજબ વિશેષજ્ઞોના નિરીક્ષણ બાદ જ આ અંગે વિસ્તારથી જણાવામાં આવી શકાશે. 

Leave a Response

error: Content is protected !!