રાજનીતિ

જાણો કઈ રીતે સુરત આપી રહ્યું છે જીવલેણ કોરોના વાયરસને હાથ તાળી

295views

કોરોનનો કહેર ગુજરાતમાં વાયુવેગે આગળ વધતો જાય છે ત્યારે સુરતથી એક સારા સમાચાર આવ્યા છે જે આવા સમયમાં એકે રાહતનો શ્વાસ લેવા જરૂર પ્રેરિત કરશે.સુરતમાં 28 દર્દીઓને એક સાથે રજા આપવામાં આવતાં 68 જેટલા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને પોતાના ઘરે પહોંચ્યા છે. ઘરે પહોંચેલા લોકોનું અદકેરૂં સ્વાગત સોસાયટીવાસીઓએ કરીને કોરોનાની દૂર રહેવાનો અને કોરોનાથી સાજા થયેલાને પ્રેમ કરવાનો સંદેશો પણ આપ્યો છે.

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ રિકવરી રેટમાં પણ વધારો ઝડપથી નોંધાશે એવી પણ આશા વ્યક્ત:

સુરત શહેર અને જિલ્લાના 622 પોઝિટિવ દર્દી પૈકી 68 જેટલા દર્દીઓ સફળ રહ્યાં છે. જેથી શહેર અને જિલ્લાના રિકવરી રેટમાં પણ વધારો નોંધાયો છે. અગાઉ રિકવરી રેટ ઓછો હતો જે અત્યારે 10.93 ટકા જેટલો ઉંચો નોંધાયો છે. અગાઉ પોઝિટિવ કેસનું ડબલીંગ 7 દિવસમાં થતું જે હવે 12 દિવસે થઈ રહ્યું છે.જે આગામી સમયમાં પણ સારો એવો વધશે તેવો આશાવાદ પાલિકા કમિશનર બંછાનિધિ પાની લગાવી રહ્યાં છે.

શું છે કોરોનની સુરતમાં સ્થિતિ ?

પાલિકા દ્વારા કોરોનાના અત્યાર સુધીમાં 11220 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી 622 લોકોને કોરોના હોવાનું સામે આવ્યું. કોરોનાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે.જેમાંથી 25 લોકો કોરોના સામેના જંગમાં હારી ગયા.જો કે અગાઉ શહેરમાં મૃત્યુદર 10 % હતો પરંતુ છેલ્લા થોડા દિવસોમાં મૃતકોનો આંકડો ઘટતાં હાલ મૃત્યુ દર 4.01 ટકા જેટલો નોંધાયો છે. 

આમ જ જો રિકવરી રેટ વધશે અને મૃત્યુદર ઘટશે તો એ દિવસ દૂર નથી કે સુરત પૂર્ણપણે કોરોનાને પરાસ્ત કરવામાં સફળ થશે.

Leave a Response

error: Content is protected !!