તંત્રી લેખ

આપણે આંદોલનનો સાચો માર્ગ ભૂલી ગયા છીએ… હોંગકોંગનો આ વીડિયો જુઓ આપણે કંઈક શીખવા જેવું છે..

263views

હોંગકોંગનો આ વીડિયો થોડા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક એમ્બ્યુલન્સને જવા માટે એકસાથે લાખોની મેદનીમાં ઉભેલા લોકો એકબાજુ ખસી જાય છે..

 

ગાંધીજીએ આવા જ આંદોલનની વાત કરી હતી જે અહિંસક હોય અને સત્યતાભર્યા પણ હોય. આજે આપણે આંદોલનના નામે નેતા ઉભા થયા છે.

આંદોલન એટલે તોડફોડ, બસ સળગાવવી , ફાયરબ્રિગેડને નુકશાન પહોંચાડવું, ટાયર સળગાવવા વગેરે જેવા હિંસક દ્રશ્યો જ જોવા મળે છે અને અધુરામાં આપણાં  ટીઆરપી મીડીયા પણ આવા લોકોને સમાજના રક્ષક બનાવે છે.. આજે એક વાર વિચારજો ગુજરાત શું કોઈને નુકશાન પહોંચાડીને તમારી માંગો પુરી કરવી એ યોગ્ય છે ?

હા માન્યું તમને કોઈક બાબતનો વિરોધ છે.. કોઈક અન્યાય થઈ રહ્યો છે તો અવાજ ઉઠાવો પણ માસુમો અને નિર્દોષને નુકશાન ન પહોંચે એ રીતે…

કોઈકે સાચું જ કહ્યું છે “વિવેક વિનાની વીરતા મહાસમુદ્રની લહેરોમાં નાની હોડીની જેમ ડૂબી જાય છે.”

શુભ રાત્રી ગુજરાય

– ખુશાલી બારાઈ

Leave a Response

error: Content is protected !!