રાજનીતિ

રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ઉદ્યોગોનો મળશે નવો વેગ જાણો અહીં

126views

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં લોજીસ્ટીક સેક્ટર, માઈનિંગ સેક્ટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઈઝ્ડ ઉદ્યોગોનો વ્યાપ વધે તેમજ યુવાનોને વ્યાપક રોજગારી મળી રહે તે હેતુસર વિવિધ વિભાગો સાથે પરામર્શમાં કરીને આ ક્ષેત્રોને બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ મતલબ કે ઉદ્યોગનો દરજ્જો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બોનાફાઈડ ઈન્ડ્રસ્ટ્રીઝનું સ્ટેટ્સ મળતા ગુજરાતમાં આ ત્રણેય સેક્ટરનાં એકમો કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વગર જમીન ખરીદી શકશે. આવી જમીનને સરળતાથી ડિમ્પ એન.એ.ની પરવાનગી મળતા ઓદ્યોગિક વિકાસને વેગ મળશે. અત્યાર સુધી મહેસૂલી રાહે માઈનિંગ, લોજિસ્ટીક અને આઈટી ક્ષેત્રનાં એકમોને ઉદ્યોગ દરજ્જો આપવામાં આવ્યો ન હતો. જેથી ગુજરાતમાં આ ત્રણે સેક્ટરમાં નવા એકમો શરૂ કરનારા ઉદ્યોગકારને જમીન ખરીદવા બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝનો લાભ મળતો ન હતો.

 ઉદ્યોગકારોને અગાઉ લેવાની થતી બિન ખેતીની પરવાનગીમાં સરળતાથી ઉદ્યોગ શરૂ કરી શકશે. ઉદ્યોગ શરૂ કર્યા પછી બિનખેતી માટે કલેક્ટરને અરજી કરી શકશે. જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ (ખ) અને ગણોતધારાની કલમ ૬૩ એએની જોગવાઈ પ્રમાણે સંબંધિત કલેક્ટરની પૂર્વ મંજૂરીની પણ જરૂરીયાત રહેશે નહી. આવી જમીનનાં ઉપયોગનાં ૩૦ દિવસની અંદર કલેક્ટરને માત્ર જાણ કરવાની રહેશે. જેથી મહેસૂલી કાર્યો કરવામાં સરળતા અને સમયની સુનિશ્ચિતતા જળવાશે. ઉપરાંત ઉદ્યોગો શરૂ કરવાના પ્રાથમિક તબક્કે વહીવટી પ્રક્રિયા સરળતાપૂર્વક થવાથી ઉદ્યોગોની સ્થાપના ઝડપથી થશે અને ઘરઆંગણે યુવાનોને રોજગારી પણ મળતી થશે.

‘ઈઝ ઓફ ડુંઈગ’ ક્ષેત્રે આગળ વધતા રૂપાણી સરકારે લોજિસ્ટીક, માઈનિંગ, આઈટી સેક્ટરને મહેસૂલી રાહે ઉદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આઈ.ટી. અને આઈ.ટી. આધારીત ઉદ્યોગો વધે તથા લોજીસ્ટીક ક્ષેત્ર તથા માઈનિંગ ક્ષેત્રમાં વિકાસની તકો વધે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નક્કર આયોજન હાથ ધર્યું છે. ડિજિટલ ઈન્ડિયા તેમજ ડિજિટલ ગુજરાતનાં નિર્માણમાં આઈ.ટી. કે આઈ.ટી.ઈ.એસ. (આઈ.ટી. એનેબલ્ડ સર્વિસીઝ) ક્ષેત્રોનું અમૂલ્ય પ્રદાન છે. આ ક્ષેત્રોનાં પ્રદાનને ધ્યાનમાં લેતાં રૂપાણી સરકાર દ્વારા તેમને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!