રાજનીતિ

‘આયુષ્યમાન ભારત દિવસ’:104 હેલ્થ હેલ્પ લાઇનને નાયબ મુખ્યમંત્રી દ્વારા આપશે લીલીઝંડી

77views

ગુજરાતમાં આરોગ્યની સેવાઓ માટે ‘104’ Health Helpline શરૂ કરાશે પ્રતિકાત્મક તસવીર રજુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત અંતર્ગત ભારતની સૌથી મોટી આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PM-JAYના એક વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે 23 સપ્ટેમ્બર, સોમવારના રોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને ‘આયુષ્યમાન ભારત દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણી સમારોહમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે કૉમ્યુનિટી હેલ્થ ઑફિસરોને નિમણૂક પત્ર એનાયત, વિવિધ સંસ્થાઓનું સન્માન, સિવિલ હૉસ્પિટલ અમદાવાદ ખાતેના ટ્રોમા સેન્ટરના થિયેટરોનું ઇ-તક્તિથી લોકાર્પણ, 104 હેલ્થ હેલ્પલાઇન અને તે અંતર્ગત ‘સ્યુસાઇડ પ્રિવેન્શન’ની હેલ્પલાઇન અને લોગોનું અનાવરણ, સ્યુ સાઇડ પ્રિવેન્શન’ હેલ્થલાઇન પુસ્તકનું વિમોચન, ‘MY TECHO’ નું લોકાર્પણ.

લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી.કે.જનરલ હૉસ્પિટલ-રાજકોટ તેમજ બારડોલી હૉસ્પિટલને એવોર્ડ, 108એમ્બ્યુલન્સ અને ખિલ ખિલાટ વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન પજી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કૉલેજ ઓડિટોરિયમ, ગાંધીનગર ખાતે સવારે 10: 30 વાગ્યે યોજાનારા આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે આરોગ્ય રાજ્ય મંત્રી કિશોર કાનાણી સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા તબીબી મહાનુભાવો, સંસ્થાઓ અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Response

error: Content is protected !!