Corona Update

કોરોનાની લડાઈ લાંબી ચાલશે : જયંતિ રવિ, અમદાવાદ-સુરતમાં લોકડાઉન લંબાવાય તેવી શક્યતા

1.66Kviews
  • અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
  • આ રોગથી મુક્ત ન રહી શકીએ પરંતુ તેની ગતિ ધીમી જરૂર કરી શકીશુઃ જયંતિ રવિ
  • 191 નવા કેસ, 15 મોત, 191માંથી 169 કેસ અને 15માંથી 14 મોત અમદાવાદમાં
  • અમદાવાદ, સુરતમાં કેસ વધતાં બંને શહેરોમાં કડક અમલ, લૉકડાઉન લંબાવાય તેવી શક્યતા

જરાતમાં કોરોનાનો ચેપ પોતાનો વ્યાપ વધારી રહ્યો છે.  કોરોના રાજ્યના 33 જિલ્લામાંથી 30 જિલ્લા સુધી પહોંચી ગયો છે. રાજ્યના ત્રણ જિલ્લા અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.  કોરોના અંગે અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. હજુ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું કેવી રીતે પડે તે જરૂરી છે. સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું.

Leave a Response

error: Content is protected !!