Corona Update

આજથી મળશે આ કામકાજમાં છુટછાટ, જો આ સિવાય બહાર નિકળશો તો જેલ થશે આ વાંચી લો લિસ્ટ

871views

આજથી દેશમાં લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે પણ સાથે જ કાયદાઓ કડક બનાવવામાં આવ્યા છે. માસ્ક પહેરવું ફરજીયાત છે અને કાયદાનો ભંગ કરનારને જેલની સજા પણ થઈ શકે છે. ઉદ્યોગ ધંધા ખુલી શકે પણ અમુક શરતોનું પાલન કરવું જરૂરી છે.

  • શરતો

જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામા આવશે. કંપનીઓને સ્ટાફના રોકાણ કે બહારથી લાવવાની વ્યવસ્થા કરવી પડશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે કામકાજ શરૂ થઈ જશે.

  • જાણો શું ખુલ્લુ રહેશે

બેંક, એટીએમ ખુલ્લા રહેશે, પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, CNG, LPG, PNGનું સપ્લાય યથાવત રહેશે. પોસ્ટ ઓફિસ ખુલશે અને ટપાલ સેવા ચાલુ રહેશે. કેપિટલ અને ડેબ્ટ માર્કેટમાં સેબીના નિર્દેશો પ્રમાણે કામ થશે.

  • ગાંધીનગરમાં સરકારી વિભાગની કચેરીઓ આજથી કાર્યરત

તો સાથે જ રાજ્યની તમામ સરકારી કચેરી પણ કાર્યરત થઈ છે. પુરતા નિયમોનું પાલન કરીને વર્ગ 3 અને 4ના 33 ટકા કર્મચારીઓને નોકરી પરબોલાવાઈ રહ્યા છે.  જે વિસ્તાર હોટસ્પોટ છે તે વિસ્તારમાંથી કોઈ પણ કર્મચારી નહિ આવી શકે.

  • મનરેગામાં કામની મંજૂરી

મનરેગામાં કામોને સોશિયલ ડિસ્ટન્સિંગના સખ્તીથી પાલન કરવા સાથે શરૂ કરવામાં આવશે. મનરેગાની કામની મંજૂરી મળશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. મનરેગામાં સિંચાઈ અને વોટર કંન્જર્વેશન સાથે સંકળાયેલા કામોને પ્રાથમિક્તા આપવામાં આવશે.

  • આ ઉદ્યોગો શરૂ થશે

ડ્રગ, ફાર્મા અને મેડિકલ ડિવાઈસ બનાવનારી કંપીઓ ખુલશે. મેન્યુફેકચરિંગ સેક્ટર અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપમાં સ્થિત કંપનીઓ પોતાના ત્યાં કામ કરનારા સ્ટાફના રોકાવાની વ્યવસ્થા કંપની પરિસરમાંજ કરવાની રહેશે. જો સ્ટાફ બહારથી આવે તો, તો સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને તેમના આવવા જવાની વ્યવસ્થા કરવાની રહેશે. આઈટી હાર્ડવેર બનાવનાર કંપીઓમાં કામકાજ શરૂ થશે. કોલ, માઈન અને મિનરલ પ્રોડક્શન તેના ટ્રાન્સપોર્ટ અને માઈનિંગ માટે જરૂરી વિસ્ફોટક સામગ્રીની સપ્લાય શરૂ થશે. ઓઈલ ઈન્ડસ્ટ્રી, પોકોજિંગ મટીરીયલના મેન્યુફેકચરીંગ યુનિટને પણ છૂટ મળશે. શહેરી વિસ્તારની બહાર રોડ, સિંચાઈ, બિલ્ડીંગ, અક્ષય ઉર્જા અને તમામ પ્રકારના ઈન્ડસ્ટ્રીરીયલ પ્રોજેક્ટમાં કામગીરી શરૂ થઈ શકશે. જો શહેરી વિસ્તારમાં કંન્સ્ટ્રકશન પ્રોજેક્ટ શરૂ કરવાનો છે, તો તેના માટે મજૂર સાઈટ ઉપરજ ઉપલબ્ધ થવા જોઈએ. કોઈ મજૂર બહારથી નહીં લાવવામાં આવે.

  • ગામોમાં કૃષિ આધારિત સેવા અને ઉદ્યોગો શરૂ થશે

ગામોમાં ઈટ ભઠ્ઠા અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કરવામાં આવશે ગ્રામ પંચાયત સ્તર ઉપર સરકારની મંજૂરી વાળા સિવિક સેન્ટરો ખોલી શકાશે કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસ સર્વિસ શરૂ થશેફિશિંગ ઓપરેશન (દરિયાઈ અને દંશની અંદર) યથાવત રહેશે. જેમાં માછલીઓ માટે ભોજન, મેઈન્ટેનેન્સ, પ્રોસેસિંગ, પેકેજિંગ, અને વેચાણ થઈ શકશે. ચા, કોફી. રબર અને કાજૂના પ્રોસેસિંગ, પેકેજિંગ માર્કેટિંગ અને વેચાણ માટે હાલ 50 ટકા મજૂર જ રહેશે. દુધનું કલેકશન, પ્રોસેસિંગ, ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સપોર્ટેશન શઈ શકશે. પોલ્ટ્રી ફાર્મ સહિત અન્ય પશુપાલન ગતિવિધિઓ ચાલુ રહેશે.

  • આ દુકાનો ખોલવામાં આવશે

શાકભાજી, ફળોની લારીઓ, સાફ- સફાઈનો સામાન વેચતી દુકાનો. કરિયાણા અને રાશનની દુકાનો ડેરી, પોલ્ટ્રી, મીટ, માછલી અને ચારો વેચતી દુકાનો. ઈલેકટ્રીશિયન, આઈટી રિપોયર્સ, પ્લંબર, મોટર મેકેનિક, કારપેન્ટર, કુરિયર, DTH અને કેબલ સર્વિસ. ઈ- કોમર્સ કંપનીઓમાં કામ કરી શકાશે.

માત્ર સરકારી ગતિવિધિઓ માટે કામ કરનારા ડેટા અને કોલ સેન્ટર આઈટી અને તેની સાથે સંકળાયેલ સેવા પૂરી પાડતી ઓફિસો, જેમાં પણ 50 ટકાથી વધુ સ્ટાફ નહીં હોય. ઓફિસ અને રહેણાંક વિસ્તારોની પ્રાઈવેટ સિક્યોરિટિ અને મેઈનટેનેન્સ સર્વિસ. ટ્રક રિપેર માટે હાઈવે પર દુકાનો અને ઢાબા ખુલશે.

  • નિયમનું પાલન ન કરનારને જેલની સજા

કારણ વગર લોકડાઉનનું પાલન ન થાય તો 1 થી 2 વર્ષની સજા, દંડ અથવા બંને. કંપનીઓએ નિયમ તોડશે તો ઇન્ચાર્જ, કંપનીના જવાબદાર અધિકારીઑ પર કાર્યવાહી થઈ શકશે.

Leave a Response

error: Content is protected !!