Corona Update

આફતમાં અવસર : ગુજરાતમાં સ્થાનિકોની રોજગારીમાં 40 ટકાનો વધારો, તાલીમબદ્ધ કારીગરના પગાર ડબલ

1.46Kviews

કોરોના અને લોકડાઉનના કારણે રોજગારી નહીં મળતા 10 લાખથી વધુ શ્રમિકો પોતાના વતન જતા રહ્યાં છે. જોકે ચોથા લોકડાઉનમાં છૂટછાટ મળતા રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોનને બાદ કરતા અન્ય તમામ વિસ્તારોમાં ઉદ્યોગ ધંધા શરૂ કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યમાં રોજગારીની તકો ખુલી છે. હાલના સમયે કારીગરોની અછત જણાતા રાજ્યમાં સ્થાનિક રોજગારીના દ્વાર ખૂલ્યા છે. અત્યારે ઉદ્યોગકારો સ્કિલ અને અન સ્કિલ કારગીરોને નોકરી આપવાની તૈયારીમાં છે. આ કારીગરોને તૈયાર કરવા માટેની રૂપરેખા પણ બનાવી રહ્યાં છે. જેના કારણે ગુજરાતમાં કુલ સ્થાનિક રોજગારીમાં 40 ટકા સુધીનો વધારો થઇ શકે છે. 

નુકસાનને સરભર કરવા ઉત્પાદન વધારવા કામદારોની જરૂર પડશે
લોકડાઉનના પોણા ત્રણ મહિનાના નુકસાનને સરભર કરવા માટે ઉધોગજૂથોએ આગામી દિવસોમાં વધારે ઉત્પાદન કરવું પડશે. તેવી અપેક્ષાએ સ્થાનિક કામદારોની શોધ શરૂ કરવામાં આવી છે. હાલમાં મોટા ભાગના કામદારો વતન જઈ રહ્યા હોવાથી ઉધોગોમાં કામદારોની અછત પેદા થાય તેમ છે.  ખાસ કરીને સુરત અને અમદાવાદમાં કારીગરોની સૌથી વધુ તંગી ઉભી થઇ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 10 લાખ જેટલા શ્રમિકો તેમના વતન જતા રહ્યાં છે જે પૈકી ગુજરાતના ઉધોગો તેમજ ફેકટરીઓને હાલ પાંચ લાખ જેટલા શ્રમિકો અને કામદારોની જરિયાત છે.

કંપની અન સ્કિલ્ડ લોકોને તાલીમની સાથે પગાર આપવા પણ તૈયાર


ગુજરાતની કંપનીઓ સ્કિલ્ડ લેબરની અછતને પહોંચી વળવા માટે વધુ લોકોને તાલીમ આપવા તૈયાર થઇ છે. ઓટોમોટિવ કોમ્પોનન્ટ ઉત્પાદકોએ કામદારોની તાલીમ શરૂ કરી છે અને તેમને તાત્કાલિક કામે લગાડવાનું પણ શરૂ કયુ છે. આ કંપનીઓ તાલીમ દરમ્યાનનો પગાર પણ કામદારોને આપશે. કેટલીક મોટી અને નાની કંપનીઓ સ્કીલ્ડ કામદારોને પણ આકર્ષવા પ્રયત્ન કરે છે પણ હજુ ઉત્પાદન શરૂ થયું નથી. કંપનીઓ તેમના કામદારોને બીજા શ્રમિકો શોધી લાવવા જણાવે છે, જેઓ અત્યારે બેરોજગાર થયા હોય. કેટલીક કંપનીઓમાં વર્કર રેફરલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે અને તેના સફળ રેફરલ માટે 500 થી 1000નું કેશ પેમેન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!