Corona Update

અર્થતંત્ર દોડશે,કોરોના કાબુમાં રહેશે તેવી વ્યવસ્થા : શહેરની હદ બહાર આવેલા ઉદ્યોગો ધંધા શરૂ, આ છે નિયમો

712views
  •  મહાનગરપાલિકા-નગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-એકમો આજથી ચાલુ કરી શકાશે
  •  ઊદ્યોગો મહત્તમ ૧ર કલાકની શિફટ રાખી શકશે
  •  ૬ કલાક પૂર્ણ થયે શ્રમિક-કર્મચારીને અડધો કલાક વિરામ આપવો પડશે
  •  ૧ર કલાકની શિફટના કર્મચારી-શ્રમિકોના વેતનમાં સપ્રમાણ વધારો આપવો પડશે
  • સાંજે ૭ થી સવારે ૬ સુધી મહિલા શ્રમિક-કર્મચારીને ફરજ પર નહિં બોલાવી શકાય

મુખ્યમંત્રી  વિજયભાઇ એ રાજ્યમાં લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં સોમવાર તા. ર૦ એપ્રિલથી ઊદ્યોગો-એકમો શરૂ કરવા અંગે જે નિર્ણય કર્યો છે તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આવા ઊદ્યોગો-એકમો માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાની હદ સિવાયના બહારના વિસ્તારોમાં જ શરૂ કરી શકાશે.
રાજ્યના શ્રમ રોજગાર વિભાગે પણ એવી સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે કે જે વિસ્તારોમાં તા. ર૦ એપ્રિલથી ઊદ્યોગ-એકમો કાર્યરત થવાના છે ત્યાં મહત્તમ ૧ર કલાકની શિફટ રાખવાની છૂટ આપવામાં આવી છે.
આવી ૧ર કલાકની શિફટમાં કામ કરનારા શ્રમિકોના વેતનમાં પણ સપ્રમાણ વધારો આપવાનો રહેશે. એટલું જ નહિ, કામના ૬ કલાક પુરા થાય ત્યારે શ્રમિક-કર્મચારીને અડધો કલાક-૩૦ મિનિટના વિરામ આપવો પડશે.
આવા ઊદ્યોગ-એકમોમાં સાંજે ૭ થી સવારે ૬ વાગ્યા સુધી એટલે કે રાત્રિ સમય દરમ્યાન કોઇ મહિલા શ્રમિક-કર્મચારીને ફરજ માટે બોલાવી શકાશે નહિ.

Leave a Response

error: Content is protected !!