Corona Update

CM રૂપાણીએ લોકડાઉન 4ની બ્લુપ્રિન્ટ કરી તૈયાર, બે તબક્કાઓમાં વહેંચાશે નવા રંગ રૂપવાળુ લોકડાઉન

4.25Kviews

હાલ ગુજરાતમાં લોકડાઉન 4ને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. લોકડાઉન 4 ગુજરાતમાં 2 તબક્કામાં રહેશે. જેમાં પ્રથમ તબક્કામાં છૂટ અપાશે, જ્યારે બીજા તબક્કામાં નિયમો સાથે હશે.

ગુજરાતમાં લોકડાઉન 4માં રાજ્ય સરકાર ઓડ ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવાની વિચારણાં કરી રહી છે. એટલું જ નહીં, 50 ટકા કર્મચારી સાથે ઓફિસ ખોલવા ઉપર પણ વિચારણાંઓ ચાલી રહી છે. હા પરંતુ એક ઝાટકોરૂપ કહી શકાય તેવા સમાચાર એવા છે કે, રાજ્યના મોટા શહેરોમાં સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધીમાં બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મોટા શહેરોમાં મલ્ટિપ્લેક્સ, મોલ, જિમ, ક્લબો તો બંધ જ રહેશે. લૉકડાઉન-4માં પણ આ તમામ સ્થળો ઝડપી સંક્રમણ ફેલાવી શકે તેવા લાગતા હોવાથી સરકારે તેને બંધ જ રાખવાનું નક્કી કર્યં છે અને તે કયાં સુધી બંધ રહેશે.

ઉનાળાની સીઝનમાં શહેરોમાં રાત્રે બરફના ગોળા,સોડા,આઇક્રીમ પાર્લર સહિતની દુકાનો પર લોકો રાત્રે નીકળતા હોય છે. શહેરોમાં ઉનાળાની સીઝનમાં રાત્રે ફરવા નીકળવાનો ક્રેઝ વધારે હોવાથી સરકારે શહેરોમાં સાંજે 7થી સવારે 7 કલાક સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ રાખવાનું જ નક્કી કર્યું છે. જો કે, ગામડાઓમાં આ નિયમ લાગુ પડશે નહીં,આમછતા હજુ ગામડા બાબતે અંતિમ વિચારણા બાકી છે,પણ શહેરોમાં તો પ્રતિબંધ જ રહેશે.

ગુજરાતમાં લૉકડાઉન-4 નિશ્વિત છે,પણ તે કેવુ રાખવું, કયાં વિસ્તાર,કયાં પ્રકારની દુકાનો,સંસ્થાઓને છૂટ આપવી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં તમામ જિલ્લાના કલેકટરો,મંત્રીઓ સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા થઇ હતી. તમામ જિલ્લા કલેકટરો, મ્યુ.કોર્પોરેશનના કમિશ્નરો,પોલીસ કમિશ્નર, ડીએસપી સહિતના અધિકારીઓ સાથે દરેક જિલ્લાની વિસ્તૃત ચર્ચા કરાઈહતી. આ ચર્ચામાં પ્રથમ જે વિસ્તારમાં દુકાનો ખુલી છે ત્યાં કેવી સ્થિતિ છે તેની ફીડબેક લેવાયા હતા.

કલેકટરો પાસેથી ફીડબેક લીધા પછી કોર કમિટીની મળેલી બેઠકમાં ગુજરાત લૉકડાઉન-4 કેવું રાખવું તે બાબતે ચર્ચા થઇ હતી. આ ચર્ચા વધુ એકવખત તા. 13મીમેના રોજ (આજે) મળનારી કેબિનેટની બેઠકમાં ચર્ચાશે અને પછી નિયમો તૈયાર થશે. આ નિયમો કેન્દ્ર સરકાર લૉકડાઉન-4ની જાહેરાત કરે પછી તેને અંતિમ સ્વરૂપ અપાશે, પણ ગુજરાત સરકાર હોમવર્ક સ્વરૂપે લૉકડાઉન-4ના નિયમો તૈયારી કરી નાખશે.

લૉકડાઉન-4માં તમામ દુકાનો, પ્રાઇવેટ ઓફિસ ચાલુ થાય તેવી સરકાર પ્રયાસ કરશે. ફરસાણ,મીઠાઇથી લઇને વાળંદની દુકાન કઇ રીતે ખોલી શકાય તે નક્કી કરાશે. આ માટે દુકાનોમાં ઓડ ઇવન પદ્ધતિ આવી શકે છે. મોટી ઓફિસ,સંસ્થા કે શોપ ખોલવા માટે 50 ટકા કર્મચારી ઓન ડયૂટી જેવા નિયમ પણ આવી શકે છે. રીક્ષા, ટેક્સી,સિટીબસ અંગે પણ નિયમ રહેશે.

સૌજન્ય સંદેશ

હજુ કોઈ જાહેરાત થય નથી માત્ર મિડીયા રિપોર્ટ પ્રમાણે આ આર્ટિકલ બનાવેલો છે.

Leave a Response

error: Content is protected !!