Corona Update

14 દિવસનું હશે લોકડાઉન: 4, દેશભરમાં 31મે સુધી લોકડાઉન લંબાવાયુ કેન્દ્ર સરકારનો નિર્ણય

4.81Kviews

લોકડાઉન 4ને લઈને સરકારનં મોટુ નિવેદન આવી ગયું છે. લોકડાઉનની અવધિ 31મે સુધી  લંબાવાયુ છે. આ લોકડાઉનમાં કેવા પ્રકારની ગાયડ લાઈન હશે તે થોડી વારમાં જાહેરાત કરવામાં આવશે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 91,374 થઈ ગઈ છે. રવિવારે દિલ્હીમાં 422, રાજસ્થાનમાં 123, ઓરિસ્સામાં 91, કર્ણાટકમાં 54, આંધ્ર પ્રદેશમાં 25 અને આસામમાં 3 દર્દી મળ્યા હતા. દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ 31 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. તેના 74 દિવસ બાદ 13 એપ્રિલના રોજ 10,454 થયો છે. જોકે છેલ્લા 10 હજાર સંક્રમણના કેસ 3 દિવસમાં વધ્યા છે. 13 મેના રોજ 78,056 દર્દી હતા. ત્રણ દિવસ બાદ 16 મેના રોજ આ આંકડા 90 હજારને પાર થઈ ગયો છે.
આ અગાઉ શનિવારે એક દિવસમાં સૌથી વધારે 4,792 દર્દી વધ્યા હતા તો 3,979 દર્દીને સારું થઈ ગયુ છે. બીજી બાજુ ગુજરાત અને તમિનાડુમાં 10 હજારને પાર થઈ ગયો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 90,927 સંક્રમિત છે. 53,946 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 34,108ને સારું થઈ ગયું છે. જ્યારે 2,872 લોકોના મોત થયા છે.

Leave a Response

error: Content is protected !!