Corona Update

લોકડાઉન 4 જરૂર આવશે : PM મોદી, જાણો શું હશે લોકડાઉન 4ના નિયમ ?

1.95Kviews

PM મોદીએ લોકડાઉન 4 વિશે કહ્યુ કે તે જરૂર આવશે પણ આ વખતે લોકડાઉન નવા રૂપ અને રંગ વાળુ હશે જેની જાણકારી 18મે પહેલા આપવામાં આવશે.

  • તમામ રાજ્યો સાથે વાત કરીને લોકડાઉન 4નો નિર્ણય લેવાયો છે.
  • આ વખતે લોકડાઉનમાં એક અભિયાન ચાલશે આત્મનિર્ભર ભારત
  • કોરોના સાથે લડીશું અને સાથે જ આપણે નવી શૈલીથી કામ કરીશું – PM MODI
  • વિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે.

*20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત

* ભારતના જીડીપીના લગભગ 10 ટકા
2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપશે.

* લેન્ડ,લેબર, લિક્વિડીટી અને લો દરેક માટે કામ કરશે
* કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે આ પેકેજ સહાયતા પૂરી પાડશે.

* દેશના એ શ્રમિકો, કિસાનો માટે આ પેકેજ છે જે દેશવાસીઓ માટે દિન-રાત પરિશ્રમ કરે છે.

* આવતીકાલથી કેટલાંક દિવસ સુધી નાણામંત્રી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન સંબંધિત પેકેજની વિશેષ જાણકારી આપવામાં આવશે.
*કોરોના સંકટે લોકલ માર્કેટ, લોકલ સપ્લાય ચેઈન, લોકલ ઉત્પાદનોનું મહત્વ સમજાયું છે. આપણને લોકલ જ બચાવી રહ્યું છે. સ્થાનિક એ જ આપણો જીવનમંત્ર બનવો જોઈએ.

* આજે જે ગ્લોબલ છે એ દરેક એક તબક્કે લોકલ જ હતા. પરંતુ લોકોનો વિશ્વાસ જીતીને એ ગ્લોબલ બન્યા છે.

Leave a Response

error: Content is protected !!