Corona Update

નાથના દ્વાર ખુલશે પણ ભક્તોએ પાડવા પડશે આ 10 નિયમો.. પ્રસાદમાં આર્યુવેદિક દવા અપાશે

482views

મંદિરમાં ભક્તોના પ્રવેશથી બહાર આવવા સુધી 10 મોટા ફેરફારઃ-

  • હાથ-પગ ધોવા ઉપર પ્રતિબંધ લાગી શકે છે અથવા થોડી અલગ વ્યવસ્થા હોઇ શકે છે.
  • લાઇનમાં ઊભા રહેવા માટે દોરડા કે પ્લાસ્ટિકના ડિવાઇડર જે ઓછી હાઇટના હોય, તે રાખવામાં આવશે, જેથી લોકો તેનો સ્પર્શ કરે નહીં.
  • શ્રદ્ધાળુઓને મોટાં ગ્રુપ્સમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. નાના-નાના સમૂહમાં જ મંદિરમાં જઇ શકાશે.
  • મંદિરમાં ઘંટ હટાવી દેવામાં આવશે.
  • શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલાં હાર-ફૂલ અને પ્રસાદ ઉપર પ્રતિબંધ રહેશે.
  • પૂજારીઓની સુરક્ષા માટે ચરણામૃત અને પ્રસાદ વિતરણ ઉપર પ્રતિબંધ રહેશે.
  • ગર્ભગૃહોમાં પ્રવેશ રોકવામાં આવી શકે છે
  • અનાજ પ્રસાદ વ્યવસ્થાઓને પણ બદલવામાં આવશે અથવા થોડાં સમય માટે બંધ રાખવામાં આવશે.
  • કર્મચારીઓ અને પૂજારીઓનું નિયમિત હેલ્થ ચેકઅપ થશે.
  • દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 વાર સેનેટાઇઝ કરવામાં આવશે.

રાજકોટના ત્રણ મોટા મંદિરોએ નક્કી કર્યા નિયમો


સુરક્ષા સેતુ એપ હશે તો જ મંદિરમાં પ્રવેશ અપાશે
દર્શનાર્થીના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ ફરજિયાત હોવી જોઈએ. ભાવિકોએ મંદિરના ઓરડામાં પ્રવેશતા પહેલા મુખ્ય દરવાજા પર મૂકેલ રજિસ્ટરમાં તારીખ, સમય, નામ (પરિવારના ઓછામાં ઓછા એક સભ્યનું) અને મોબાઇલ નંબર દર્શાવવાનું રહેશે. – વૈષ્ણવ સેવાદાસ, પ્રમુખ, ઇસ્કોન મંદિર
દર્શનનો સમય ઘટાડીશું, ભાવિકોને ભેગા નહીં કરાય
ભાવિકોને માસ્ક પહેરવા ફરજિયાત રહેશે તેમજ મંદિરમાં પ્રવેશ પહેલા થર્મલ સ્કેનિંગ કરાશે. મંદિરની બહાર સેનિટાઈઝ મશીન મુકાશે. દર્શનનો સમય પણ ઘટાડીશું જેથી આખો દિવસ ભાવિકો ન આવે, એકસાથે વધુ ભક્તો ભેગા નહીં થવા દેવાય. – રાધારમણદાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ
મંદિર ખુલ્યાના 15 દી’ સુધી કોઈને પ્રવેશ નહીં
જ્યારે મંદિર ખૂલે ત્યારથી 15 દિવસ સુધી ભાવિકોને મંદિરમાં પ્રવેશ નહીં અપાય. મંદિરને સંપૂર્ણ સેનિટાઈઝ કરાશે. સ્વયંસેવકો-પૂજારી પણ માસ્ક-ગ્લોઝ પહેરશે. ભાવિકો થાળ ધરાવવા ફળ-મીઠાઈ લાવશે તે દૂર રખાશે, ભોજન પ્રસાદ સ્થગિત કરીશું. – નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ

Leave a Response

error: Content is protected !!