રાજનીતિ

દેશનો ‘સમુદ્ર રાજ્ય’ ગણાતા રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા લાદવામાં આવ્યું લોકડાઉન

294views

વિશ્વમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા સવા નવ લાખને પાર થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણને અટકાવવા દેશના ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોના સામે પોતાના રાજ્યને બચાવવાના આ જંગ સામે હવે વધુ એક મોટા રાજ્યનો સમાવેશ થયો છે.

દેશમાં પ્રવાસીઓ માટે ‘સમુદ્ર રાજ્ય અને બીચ રાજ્ય એવા ગોવામાં પણ આવતીકાલથી લોકડાઉન લાગુ કરવામાં આવશે.જેની માહિતી રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આપી છે.તેઓએ કહ્યું કે આજથી જનતા કર્ફ્યુ લાદવામાં આવશે. જે 10 ઓગસ્ટ સુધી રહેશે.રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ રહેશે. માત્ર મેડિકલ સર્વિસને જ મંજૂરી આપવામાં આવશે.સંપૂર્ણ લોકડાઉન આ સપ્તાહના શુક્રવાર, શનિવાર અને રવિવારે લાદવામાં આવશે.

નોંધનીય છે કે ગોવામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,753 પર પહોંચી છે અને 18 લોકોના મોત થયા છે. હાલ રાજ્યમાં 1128 એક્ટિવ કેસ છે.

Leave a Response

error: Content is protected !!