Corona Update

વિદ્યાર્થીઓ અને શ્રમિકો માટે સૌથી મોટી ખુશખબરી, તેઓ પહોંચી શકશે માદરે વતન- સરકારની જાહેરાત

1.67Kviews

કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા દેશમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનને કારણે દેશમાં ઘણા લોકો ઘરથી દૂર અન્ય સ્થળે અટવાઈ ગયા છે. આમાં સ્થળાંતરીત મજૂરો, યાત્રાળુઓ, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, ગૃહમંત્રાલયે ફસાયેલા લોકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી ગાઇડલાઇન હેઠળ ફસાયેલા લોકો તેમના ઘરે જઈ શકશે.

જાણો, કઈ 6 મુખ્ય શરતોનું કરવું પડશે પાલન

1. જે બે રાજ્યો વચ્ચે લોકોને સ્થળાંતરીત કરવાના છે તે બંનેની આપસી સહમતી.

2. જે રાજ્યોમાંથી આ પ્રવાસીઓ પસાર થશે તે રાજ્યની સહમતી.

3. જે બસનો ઉપયોગ થશે તેને સેનિટાઈઝ કરવાની અને તેમાં પણ સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખવું.

4. દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ થશે. જે વ્યક્તિને કોઈ શંકાસ્પદ લક્ષણ નહીં હોય તેને જ પ્રવાસીની પરવાનગી મળશે.

5. જે તે રાજ્યમાં પહોંચ્યા બાદ પણ આરોગ્ય વિભાગના અધિકારી તેમની તપાસ કરશે.

6. એક રાજ્યથી બીજા રાજ્ય જનાર વ્યક્તિએ આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર કોરોન્ટાઈનમાં રહેવું પડશે.

Leave a Response

error: Content is protected !!