Corona Update

આવતીકાલે લોકડાઉન -3 પછીની રણનીતિ ઘડાશે, પાંચમી વખત PM મોદી તમામ રાજ્યના CM સાથે ચર્ચા કરશે

968views

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે. અગાઉ પણ મોદી લોકડાઉન સમયગાળો પૂર્ણ થવાને આરે હોય ત્યારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચુક્યા છે. વધુ એક વાર આવતીકાલે મોદી ફરીથી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. જેમાં કેટલાક જરૂરી સલાહ સૂચનો આપવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.
કોરોના મામલે પાંચમી વાર મોદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફ્રન્સથી બેઠક કરશે. અગાઉ ચાર વાર તેઓએ બેઠક કરીને જુદા જુદા રાજ્યોની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે અને જરૂરી સૂચનો આપ્યા છે. આ બેઠકમાં લોકડાઉન મામલે પણ ચર્ચા કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!