રાજનીતિ

‘મ્યાઉં-મ્યાઉં’ ડ્રગ્સ સપ્લાય કરતા ઈસમો ઝડપાયા, વડોદરા હાઈ-વે પર પોલીસે દબોચી લીધા

977views

ગુજરાત પોલીસને ડ્રગ્સ માફિયા પર મોટી જીત મળી છે. અજીબ પ્રકારના નામ વાળા ડ્રગ્સની સપ્લાય કરતા ઈસમોની ધરપકડ કરી લેવાય છે.

  • રૂપિયા 47 લાખની કિંમતના મેથામાઇન ડ્રગ્સ સાથે બે માફિયાઓની ધરપકડ
  • રાજસ્થાનથી ફોર વ્હિલના સ્પેર વ્હિલમાં તેમજ દરવાજાના પડખામાં ડ્રગ્સ વડોદરા લાવતો હતો.
  • સ્ક્રોપિયો કારમાંથી 470 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું 
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માસ પહોંચાડવાનો હતો ઈરાદો
  • આગામી સમયમાં આવી શકે છે મોટા નામ બહાર

વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર દેણા ચોકડી પાસેથી શહેર એસઓજી પોલીસે રૂપિયા 47 લાખની કિંમતના મેથામાઇન ડ્રગ્સ સાથે બે માફિયાઓની ધરપકડ કરી હતી. લોકડાઉનનો ફાયદો ઉઠાવી સ્ક્રોપિયો કારમાં લઇ જવાતો 470 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ગુજરાતમાં મ્યાઉં-મ્યાઉં તરીકે ઓળખાય છે. વડોદરાના સંયુક્ત પોલીસ કમિશનરે કેસરીસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર ઉર્ફ ચેનારામ ચૌધરી રાજસ્થાનથી ફોર વ્હિલના સ્પેર વ્હિલમાં તેમજ દરવાજાના પડખામાં ડ્રગ્સ વડોદરા લાવતો હતો. અને તેના સાગરીતો દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વેચતો હતો. પોલીસથી બચવા માટે તે એડવાન્સમાં ઓર્ડર લેતો ન હતો. જ્યારે માલ આવે ત્યારે ગ્રાહકનો રૂબરૂ સંપર્ક સાધીને માલ આપતો હતો. નરેન્દ્ર સામે રાજસ્થાનમાં ઝાબ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયેલો છે. જ્યારે પંકજ ઉર્ફ વિક્રમ સામે વડોદરાના નંદેશરી પોલીસ મથકમાં ચિટીંગ અને સુરતમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે.


અમદાવાદ તરફથી આવી સ્ક્રોપિયો કારમાંથી 470 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું 


સંયુક્ત પોલીસ કમિશનરે કેસરીસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, વડોદરા સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પી.આઇ. એમ.આર. સોલંકીને માહિતી મળી હતી કે, એક સ્ક્રોપિયો કાર ડ્રગ્સ લઇને નેશનલ હાઇવે નં-48 ઉપરથી પસાર થવાની છે. જેને આધારે એસ.ઓ.જી.એ દેણા ચોકડી પાસે વોચ ગોઠવી દીધી હતી. અને પસાર થતાં વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી સ્ક્રોપિયો કારને રોકીને તેમાં તપાસ કરતા તેમાંથી 470 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ રૂપિયા 57,10,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલા 44, અનંતા કોમ્પ્લેક્ષમાં રહેતા નરેન્દ્ર ઉર્ફ ચેનારામ પીથારામ ચૌધરી (પટેલ) ( મુળ રહે. ઝાલોર જિલ્લાના પમાના ગામ, રાજસ્થાન) અને પંકજ ઉર્ફ વિક્રમ નારણભાઇ માંગુકીયા (મૂળ રહે. તુરખા ગામ, જિ. બોટાદ)ની ધરપકડ કરી છે.
બંને માફિયા અગાઉ કેટલી વખત ડ્રગ્સ લાવ્યા તેની તપાસ શરૂ
ડ્રગ્સ સાથે ઝડપાયેલા બંને આરોપી સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે તેઓના કોરોના વાઈરસ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને માફિયા અગાઉ કેટલી વખત ડ્રગ્સ લાવ્યા છે. અને તેઓના સાગરીતો કોણ-કોણ છે. તે અંગે તપાસ શરૂ કરી છે. આ બંનેની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.

Leave a Response

error: Content is protected !!