Corona Update

તું કાળીને કલ્યાણી : 110 દિવસ પછી પાવાગઢ મહાકાળીનું મંદિર ખુલ્યું, નિયમો સાથે ભક્તોએ કર્યા દર્શન

614views

દેશભરની 64 શક્તિપીઠો પૈકીની એક એવી પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર 111 દિવસ બાદ આજે ખુલ્યું છે. માઈ ભક્તો દર્શન માટે પહોંચ્યા છે.

સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા મંદિર ટ્રસ્ટની ભક્તોને અપીલ

  • સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા માઈ ભક્તોને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
  • પાવાગઢ મંદિરમાં પ્રસાદ અને ભોજન શાળાની સેવા હાલ પુરતી બંધ રાખવામાં આવી છે.
  • માચીથી ડુંગર સુધી રોપવે ઉંડનખટોલા સેવા શરૂ કરવા સંચાલકો દ્વારા તૈયારીઓ પુરી કરી લેવાઇ છે,
  • જે ભક્તોને ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તેઓ ઓનલાઇન વેબસાઈટ ઉપરથી માતાજીના દર્શન કરી શકશે.
  • 10 વર્ષથી ઓછી અને 65 વર્ષની ઉપરની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. 

Leave a Response

error: Content is protected !!