રાજનીતિ

શ્રીરામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંતે 28 વર્ષ બાદ રામલલાના દર્શન કર્યા, બાબરી મસ્જિદ ધ્વંસ પછી નથી કર્યા દર્શન

428views
  •  શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે 28 વર્ષ બાદ રામ લલ્લાના દર્શન કર્યા
  • બાબકી મસ્જિદ તુટ્યા પછી રામજીનું મુખ દર્શન ન હતા કર્યા
  • ટ્રસ્ટિ બન્યા બાદ પણ દર્શન ન હતા કર્યા
  • રામલલાના દર્શન અને લેવલિંગ કાર્યનું નિરક્ષણ કર્યુ

ધાર્મિક નગરી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની ક્ષણો હવે નજીક છે. અહીં મંદિર નિર્માણ માટે 67.7 એકર ભૂમિને લેવલ કરવામા આવી રહી છે. સોમવારે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ અને મણિરામ દાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલ દાસે સવારે 10 વાગ્યે અહીં 28 વર્ષ બાદ રામલલાના દર્શન અને પૂજન કર્યું હતું. તેમણે લેવલિંગ કામગીરીની પણ સમીક્ષા કરી હતી. મહંતે કહ્યું- રામ મંદિર નિર્માણ કાર્ય હવે ચાલુ રહેશે. લેવલિંગ સાથે મંદિર નિર્માણ કાર્ય પણ શરૂ થઇ ગયું છે. મહંત નૃત્યગોપાલ દાસે સોમવારે અચાનક રામલલાના દર્શનનો કાર્યક્રમ બનાવ્યો હતો. અહીં અસ્થાઇ મંદિરમાં વિરાજમાન ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા તેઓ બાબરી મસ્જિદ તૂટ્યા બાદ પહેલી વખત દર્શન કરવા પરિસર પહોંચ્યા હતા. જ્યારે અગાઉ અસ્થાઇ મંદિરમાં રામલલાને શિફ્ટ કરતી વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોજૂદ હતા ત્યારે તેઓ હાજર ન હતા. જોકે કોર્ટના આદેશ બાદ ટ્રસ્ટના સભ્યોએ ત્યાં દર્શન અને પૂજનમાં બરાબર ભાગીદારી કરી હતી. ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ પણ અત્યાર સુધી મહંત નૃત્યગોપાલ દાસ રામલલાના દર્શન કરવા નહોતા ગયા. 

VHPના આગ્રહ પર દર્શન માટે તૈયાર થયા
વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું કે રવિવારે મહંત નૃત્યગોપાલદાસના આશીર્વાદ લેવા માટે તેમના મઠ પર ગયા હતા. તે સમયે તેમણે રામલલાના દર્શન અને લેવલિંગ કાર્યના નિરક્ષણનો અનુરોધ કર્યો. તેમણે મહંતજીને કહ્યું કે ટ્રસ્ટના અધ્યક્ષ હોવાના લીધે તેમની ફરજમાં તે સામેલ છે. આ રીતે તેઓ દર્શન કરવા માટે તૈયાર થયા હતા. 

11મેથી લેવલિંગ કામ ચાલુ, ઘણા પૌરાણિક અવશેષ મળ્યા
11મેથી શ્રીરામ જન્મભૂમિ પરિસરનું લેવલિંગ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન એક ડઝનથી વધુ પાષાણ સ્તંભ પર બનેલી મૂર્તિઓ સહિત મોટી સંખ્યામાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, કોતરણીકાર્ય વાળા શિવલિંગ વગેરે મળ્યા છે. જે સ્થાન પર ત્રણ ગુંબજ હતા ત્યાં નીચે એક કૂવો પણ મળ્યો છે. તે સિવાય ઘણા સ્થળે થી ચાંદીના છત્ર, સિંહાસન અને રામદરબારથી જોડાયેલા અમુક મહત્વપૂર્ણ અવશેષ મળ્યા છે. આ બાબતે ટ્ર્સ્ટ આગામી દિવસોમાં વિસ્તૃત જાણકારી આપશે. પુરાતત્વવિદ કેકે મોહમ્મદે આ અવશેષોને 8મી સદીના કહ્યા છે.

Leave a Response

error: Content is protected !!