જાણવા જેવુ

ભારતના વીર પુત્ર મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતી…જાણો ઈતિહાસ

109views

મુઘલો સાથે અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કરનાર મહારાણા પ્રતાપની આજે 479મી જન્મ જયંતી છે. તેમનો જન્મ 9 મે 1540માં થયો હતો. તેઓ મેવાડમાં સિસોદિયા રાજપૂત રાજવંશના રાજા હતા. તેમને કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.

મુઘલોને ઘણી બધી વખત યુધ્ધમાં હરાવ્યાઃ

રાજસ્થાનના કુંભલગઢમાં મહારાણા ઉદયસિંહ અને માતા રાણી જયવંત કુંવારીના ઘરે જન્મેલા મહારાણા પ્રતાપ કેટલાય વર્ષો સુધી સમ્રાટ અકબકરની સાથે સંધર્ષ કર્યો. તેમને મુઘલોને ઘણી વખત યુદ્ધમાં હરાવ્યા છે.

અકબરની સાથે કટ્ટર દુશ્મની હતી-

મહારાણા પ્રતાપ અને અકબર બંને યુદ્ધ કરતા પહેલા સમાધાન કરવા માંગતા હતા. તેના માટે હંમેશા અકબરની તરફથી પહેલ કરવામાં આવતી હતી, જ્યારે મહારાણા પ્રતાપ અકબર સાથે સમાધાન કરવા ન હતા ઈચ્છતા.

હલ્દીઘાટી યુદ્ધ-

ઇતિહાસકારોનું માનવું છે કે, અકહરે વર્ષ 1576માં મહારાણા પ્રતાપ સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ યુદ્ધ સરળ ન હતું. કેમ કે, મોઘલના રાજા પાસે બે લાખ સૈનિકો હતા જ્યારે રાજપૂત સેનામાં માત્ર 22 હજાર સૈનિક હતા. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો શહિદ થઈ ગયા હતા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા હતા.

હથિયારો સાથે રમવાનો શોખ હતો-

મહારાણા પ્રતાપને બાળપણથી કીકાના નામથી બોલાવામાં આવતા હતા. તેઓ પોતાના માતા-પિતાનું પહેલું સંતાન હતા. રાજ મહેલમાં ભણેલા મહારાણા બાળપનથી જ બહાદુર અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની હિંમત હતી. જે ઉંમરમાં બાળકો રમકડાથી રમતા હોત તે ઉંમરમાં તેઓ હથિયારોથી રમતા હતા.

માન-સન્માન તેમના માટે મહત્વનું હતું-

ઈતિહાસકારોનું કહેવું છે, મહારાણા પ્રતાપને સૌથી વધાકે ચિંતા તેમના માન-સન્માનની હતી. તેમને ધન-દોલત અને ઘરેણાની કોઈ ચિંતા હતી નહીં. તેઓ ક્યારે પણ ધન-દોલત ખર્ચ કરવામાં પાછળ નથી રહ્યાં. પરંતુ પોતાના માન-સન્માનને લીધે તેઓ ક્યારે કોઈની સામે ઝૂક્યા નથી.

સમગ્ર મેવાડ પર રાજ કર્યું-

મહારાણા પ્રતાપે વર્ષ 1582માં દિવેરમાં એક ભયાનક યુદ્ધમાં ભાગ લીધો હતો. આ યુદ્ધમાં તેમને મુઘલોને ધૂળ ચાટતા કરી નાખ્યા હતા. મહારાણાએ ચાવંડને વર્ષ 1585માં પોતાની રાજધાની જાહેર કરી હતી. તેમને ચિત્તોડગઢ, માંડલપુર સિવાય સમગ્ર મેવાડ પર રાજ કર્યું હતું.

મહારાણા પ્રતાપનો અશ્વવર્ણી ઘોડોનું નામ ચેતક હતું-

હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો.આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.

Leave a Response

error: Content is protected !!