રાજનીતિ

મહારાષ્ટ્રની ખિચડી સરકારમાં તું..તું,મેં..મેં…! કોંગ્રેસના નેતાઓમાં નારાજગી.. તાત્કાલિક બેઠક બોલાવી

673views

એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના ફેલાઈ રહ્યો છે તો બજી તરફ ત્યાંની સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓએ ઉદ્ધવ સાથે તાત્કાલિક ધોરણે બેઠક કરવાનું કહ્યુ છે.

કોંગ્રેસનાં એક નેતા પ્રમાણે સીએમ એનસીપી અધ્યક્ષ શરદ પવારથી કોવિડ 19 વૈશ્વિક મહામારી અને ચક્રવાત નિસર્ગથી પ્રભાવિત લોકોને રાહત આપવા સહિતનાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. તેઓએ જણાવ્યું કે, તેનાથી એવી ભાવના ઉભી થઈ રહી છે કે, પ્રદેશ કોંગ્રેસને અલગ કરી દેવામાં આવી છે. કોંગ્રેસનાં એક મંત્રીએ કહ્યું કે, અમુક મુદ્દાને લઈ પાર્ટીના અંદર નારાજગી છે. જેના પર અમે મુખ્યમંત્રીની સાથે ચર્ચા કરવા માગીએ છીએ અને તેને ઉકેલવા ઈચ્છીએ છીએ.

પાર્ટીના અન્ય એક નેતાએ કહ્યું કે, જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં 3 દળોની સરકાર બની હતી અને મંત્રીપરિષદે શપથ લીધી હતી, તે સમયે એ નિર્ણય થયો હતો કે, સત્તા અને જવાબદારીઓમાં બરાબરની ભાગેદારી થશે. પાર્ટીનાં સૂત્રોએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને પીડબ્લ્યુડી મંત્રી અશોક ચૌહાણ રાજ્યપાલ કોટાથી વિધાન પરિષદ નામાંકનો, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નિગમો તેમજ બોર્ડમાં નિયુક્તિ અને કોંગ્રેસ મંત્રીઓને થઈ રહેલી સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે ઠાકરે સાથે સોમવારે મુલાકાત કરશે.

Leave a Response

error: Content is protected !!