વિકાસની વાત

અમેરિકાના વિદેશપ્રધાન પહોંચ્યા ભારત, વિદેશપ્રધાન એસ.જયશંકર, NSA ડોભાલ સાથે મહત્વની બેઠક

110views

અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પીઓ અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રતીનિધિ મંડળ સાથે ભારત આવી પહોચ્યા છે. મોદી સરકારના ગઠન બાદ માર્ક પોમ્પીઓ પહેલા એવા વિદેશપ્રધાન છે જે ભારત આવ્યા છે. માર્ક પોમ્પીઓ અને વિદેશપ્રધાન એસ. જયશંકર તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બંને દેશોના વિવિધ મુદ્દે બેઠક કરી ચર્ચા કરશે.

 

વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

અમેરિકાના વિદેશપ્રધાન માર્ક પોમ્પીઓ અને અમેરિકી સરકારના પ્રતિનિધિ મંડળે આજે વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચેની ઔપચારિક મુલાકાતમાં રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.

 

વિદેશપ્રધાન એસ. જયશંકર, NSA અજીત ડોભાલ સાથે કરશે બેઠક

અમેરિકાના વિદેશપ્રધાન માર્ક પોમ્પીઓ અને અમેરિકી સરકારનું પ્રતિનિધિ મંડળ વિદેશપ્રધાન એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બેઠક કરશે જેમાં ભારત દ્વારા રશિયાની S-400 મિસાઈલની ખરીદી, આતંકવાદ, HB1 વિઝા, વ્યાપાર અને ઈરાન પાસેથી કાચા તેલની ખરીદી જેવા વિવિધ મુદ્દે ચર્ચા થશે.

 

માર્ક પોમ્પીઓના વિવિધ કાર્યક્રમો

માર્ક પોમ્પીઓના વિવિધ કાર્યક્રમોની વાત કરીએ તો વિદેશપ્રધાન એસ.જયશંકર અને NSA અજીત ડોભાલ સાથેની મુલાકાત બાદ તેઓ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત ભોજન સમારંભમાં ભાગ લેશે. માર્ક પોમ્પીઓ ભારત અને અમેરિકાના ઉદ્યોગ શ્રેષ્ઠીઓ સાથે મુલાકાત કરશે તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં સંબોધન પણ કરશે.

 

Leave a Response

error: Content is protected !!