Corona Update

ભારતીય હોવા પર ગર્વ : સૌથી વધુ PPE કીટ બનાવનાર આપણો દેશ બનશે,ચીનનું પત્તુ કપાયુ

309views

કોરોના ના આગમન પહેલા એકપણ પર્સનલ પ્રોટેક્ટીવ કીટ (PPE) નુ ઉત્પાદન નહી કરનાર ભારત હવે રોજની રેકોર્ડ બ્રેક 2 લાખ થી વધુ PPE કીટ નુ ઉત્પાદન કરી રહી છે.

સામાન્ય રીતે રોજ ની 1.5 લાખ કીટ બનાવનાર ભારતમાં ગઈકાલે આશરે 2.06 લાખ કીટ નુ ઉત્પાદન કરવામા આવ્યુ જે રેકોર્ડ બ્રેક ઉત્પાદન છે.

આ કીટમાં માસ્ક, આઈ શીલ્ડ, શુઝ કવર, હાથના ગ્લોવ્ઝ તથા ગાઉન હોય છે જે હાલમા કોરોના સામે લડી રહેલા કોરોના વોરીયર્સ માટે ખુબજ ઉપયોગી હોય છે.

આ મહામારી ના વિવિધ પહેલુ વિશે જાણ ન હોવાથી શરુઆતમાં આ પ્રકારની કીટ સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી ડોક્ટર્સ, વિવિધ સ્વાસ્થ્યકર્મી વગેરે ને ખુબ સમસ્યા સર્જાઈ હતી પરંતુ પડકાર સામે ઝૂકે એ ભારત નહી , આજે ટુંકા ગાળામાં શૂન્યમાંથી અભૂતપૂર્વ રોજની 2 લાખથી વધુ કીટ નુ ઉત્પાદન કરતુ બની ગયુ છે ભારત.

ભારત તથા ભારતીયો ના આ જઝબા ને સલામ છે….

Leave a Response

error: Content is protected !!