વિકાસની વાત

રામ નામ લેવાથી બંગાળમાં થાય છે ધરપકડ, મમતાને ‘જય શ્રી રામ’ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલાશે..

192views

રામ નામને લઈને બંગાળમાં વિવાદ હજુ શમ્યો નથી. લોકસભાની ચૂંટણી પુર્ણ થઈ ગઈ અને નવી સરકાર કામ પર લાગી ગઈ છે પણ મમતાને લઈને વિવાદ વધુ વકર્યો છે. ભાજપના અર્જુન સિંહે કહ્યુ છે કે, ” મુખ્યમંત્રી મમતા બેનર્જી  ‘શ્રી રામ’ નું ભાષણ કરવા બદલ 10 લોકોની ધરપકડ કરી, હવે અમે તેમને  જય શ્રી રામ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલીશું,પછી ભલે તે 10 લાખ લોકોની ધરપકડ કરી લે… એવું લાગે છે કે સીએમ મમતાએ માનસિક સંતુલન ગુમાવ્યું છે.”

જાણો શું છે વિવાદ ? 

જણાવી દઈએ કે રામ નામ પર બંગાળમાં છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલે છે. મુખ્યમંત્રી મમતા જય શ્રી રામના નારા સાંભળતા જ ભડકી ઉઠે છે. ટીએમસી દ્વારા ભાજપના કાર્યકર્તાને ગુંડા જેવા અપશબ્દોથી પણ સંબોધન થઈ રહ્યુ છે. 1 જુનના દિવસે ભાજપના કાર્યકર્તા પર કારણ વગર લાઠીચાર્જ થયો હતો તો 2 દિવસ પહેલા રામ નામ લેવાથી  ભાજપના 10 કાર્યકર્તાને જેલ કરી હતી પરિણામે અર્જુન સિંહે 10 લાખ પોસ્ટકાર્ડ લખવાનું નિવેદન કર્યુ હતું,.

આ ગુજરાત નહિ બંગાળ છે બંગાળ જુઓ મમાતાનો ધમકીભર્યો વિડીયો :

મમતા બેનર્જી 30 મે ના દિવસે એક ધરણા તરફ જઈ રહી હતી અને રસ્તામાં તેના કાફલાની આસપાસ જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા આ સાંભળતા જ તે પોતાની કારમાંથી નીચે ઉતરીને લોકોને ધમકાવા લાગી.પોલીસને પણ સ્ટ્રોંગ એક્શન લેવાનું કહ્યુ.

error: Content is protected !!