વિકાસની વાત

ચાર્જિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા યુવાનનું મોત, આ કિસ્સો છે લાલબત્તી સમાન

109views

જો તમે મોબાઈલ ચાર્જિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આ કિસ્સો તમારા માટે લાલબત્તી સમાન છે. મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ પોતાના પિતરાઈ ભાઈ સાથે રહેતા વડોદરનામાં એક યુવાનનું મોબાઈલ ચાર્જિંગ કરીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો જેના લીધે કરંટ લાગતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. યુવક ચાર્જિક મોબાઈલ રાખીને ફિલ્મ જોતા તેને કરંટ લાગ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠાની છે. અહીં શિવભારતી બાબુભારતી ભારતી (ઉ.વ 18) ભાડાના મકાનમાં રહેતો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશનો હતો અને અહીં તે પોતાના પિતરાઈ ભાઈ સાથે ફર્નિચરનું કામ કરીને ગુજારન ચલાવતો હતો. સાંજે કામ કરીને ઘરે આવ્યા પછી મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને ફિલ્મ જોતો હતો. ત્યારે અચાનક ચાર્જરમાંથી કરંટ આવવવાના કારણે તે ફંગોળાઈ ગયો હતો.શિવભારતીને કરંટ લાગવાથી તે ચીસો પાડવા લાગ્યો જેથી ઘરમાં હાજર તમામ સભ્યો તેની પાસે દોડી આવ્યો અને સ્થાનિક લોકો પણ ભેગા થઈ ગયા હતા. તેના પછી સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનિય બાબત એ છે કે, મોટા ભાગના લોકો મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં શિવ ભારતી સાથે બનેલી ઘટના મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન છે. જોકે, મોબાઇલ ફોનના ચાર્જરના કેબલ દ્વારા કરંટ લાગવો પણ એક રહસ્ય છે. ત્યારે આ બનાવ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને પરિવાર અને તેના મિત્રોની પૂછપરછ કરી રહી છે.

Leave a Response

error: Content is protected !!