રાજનીતિ

રાહુલની હૈયા’વરાળ’ બાદ કોંગ્રેસમાં રાજીનામાનો ‘વરસાદ’, 120 પદાધિકારીઓએ છોડ્યા પદ

113views

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપતા રોકવા માટે કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ગુરુવારે કોંગ્રેસ નેતા વિવેક તન્ખાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને અન્ય નેતાઓને પણ રાજીનામું આપવાનું કહ્યું હતું. જેથી રાહુલ ગાંધી પોતાની રીતે ટીમ પસંદ કરી શકે. હવે કોંગ્રેસના અનેક નેતાઓએ સામુહિક રાજીનામું આપી દીધું છે.

વિવેક તન્ખા બાદ ત્રણ સચિવ, દિલ્હી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાજેશ લિલોઠિયા, તેલંગણા કોંગ્રેસ ઉપાધ્યક્ષ પુનમ પ્રભાકર અને હરિયાણા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુમિત્રા ચૌહાણે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

બીજા રાજ્યોનાં નેતાઓએ પણ આપ્યા રાજીનામા

તન્ખા અને લિલોઠીયા ઉપરાંત, હરિયાણા મહિલા કોંગ્રેસના પ્રમુખ સુમિત્રા ચૌહાણ, મેઘાલયથી પાર્ટી મહાસચિવ નેટ્ટા પી.સંગ્મા, સચિવ વીરેન્દ્ર રાઠોડ, છત્તીસગઢનાં સચિવ અનિત ચૌધરી, મધ્યપ્રદેશનાં સચિવ સુધીર ચૌધરી અને હરિયાણાના સચિવ સત્યવીર યાદવે પણ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધુ. કોંગ્રેસે આ સપ્તાહે પોતાની ઉત્તરપ્રદેશની તમામ જિલ્લા સમિતીઓને ભંગ કરી દીધો અને લોકસભા ચૂંટણી દરમિયાન અનુશાસનહિનતા અને પાર્ટી વિરોધી ગતિવિધિઓના મુદ્દા જોવા માટે એક ત્રણ સભ્યોની અનુશાસન સમિતીની પણ રચના કરી.

હાલમાં જ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મોટા પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીને માત્ર 52 સીટો પર જીત મળી છે. રાહુલ ગાંધી પોતે ઉત્તરપ્રદેશનાં અમેઠીથી પોતાની સીટ પણ બચાવી શક્યા નહોતા. જો કે કેરળની વાયનાડ સીટથી લોકસભા પહોંચ્યા છે. ત્યાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું અને આ વાતને અનેક વખત સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ પાર્ટીનાં અધ્યક્ષ પદ પર નથી રહેવા માંગતે.

ગુરૂવારે પણ ગાંધી મહાસચિવ કે.સી વેણુગોપાલે સ્પષ્ટતા કરી કે તેઓ અધ્યક્ષ પદ છોડવાની જીદ કરી રહ્યા છે. સાથે જ ગાંધીએ કહ્યું કે, જ્યા સુધી કોઇ નવી પાર્ટી પ્રમુખ નથી મળતા, તેઓ મહત્વપુર્ણ બેઠકોની અધ્યક્ષતા કરતા રહેશે. પાર્ટી સુત્રો અનુસાર નવા પાર્ટી પ્રમુખ પર નિર્ણય લેવા માટે સીડબલ્યુસીની બેઠક બોલાવવામાં આવશે. બેઠક પહેલા દેશનાં સૌથી જુના રાજનીતિક દળોમાં વધારે રાજીનામાની સંભાવનાઓ છે.

Leave a Response

error: Content is protected !!