રાજનીતિ

INDvsWI -માન્ચેસ્ટરમાં ભારતે જીત્યો ટૉસ, પસંદ કરી બેટિંગ

116views

આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ ટીમ ઇન્ડિયાનો છઠ્ઠો મુકાબલો છે. ભારતીય ટીમનો ચાર મેચમાં વિજય થયો છે અને એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝની ટીમનો ચાર મેચમાં પરાજય થયો છે અને તે સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જેથી તેની પાસે ગુમાવવા જેવું કશું જ નથી.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝનો આ મુકાબલો માન્ચેસ્ટરના એ જ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ઉપર રમાશે. જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડમાં આજે ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડીઝનો મુકાબવલો થના જઇ રહ્યો છે. વેસ્ટઇન્ડીઝની તુલનામાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ અફઘાનિસ્તાનની સામે જીતવા માટે ભારતે ઘણી જ મહેનત કરવી પડી હતી. તો વેસ્ટઇન્ડીઝ અનેક હાર બાદ આત્મવિશ્વાસની ઉણપનો સામનો કરી રહ્યું છે. ભારત અને વેસ્ટઇન્ડીઝની ટીમો 1979થી લઇને અત્યાર સુધી વર્લ્ડ કપમાં 8 વાર ટકરાઈ છે, જેમાં 5 વાર ભારતીય ટીમનો વિજય થયો છે, જ્યારે 3 મેચોમાં કૈરિબિયાઈ ટીમે જીત મેળવી છે.

ટીમ

ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), વિજય શંકર, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી

વેસ્ટઇન્ડીઝ: ક્રિસ ગેલ, શાઇ હૉપ, નિકોલસ પૂરન, શિમરન હેટમાયર, જેસન હૉલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, એસ્લે નર્સ, ઇવિન લૂઇસ, કેમર રૉચ, શેલ્ડન કૉટ્રેલ, ઓશાને થોમસ, સુનીલ અમ્બરિસ, શેનન ગેબ્રેલ

Leave a Response

error: Content is protected !!