વિકાસની વાત

ગઠબંધનનું બ્રેક અપ, આ ગઠબંધન કરતા ટીંડર પર મળેલી ગર્લ ફ્રેન્ડ વધારે ટકે છે..!!

98views

લોકસભામાં સાથે વિધાનસભામાં અલગ… મુંજવણમાં સપા-બસપાનું ગઠબંધન 

ચૂંટણી સમયે પોતાનું ઈલેક્શન પાર્ટનર મેળવવા બધી પોલિટીકલ પાર્ટી ટીંડરમાં જેમ યુવાનો કુદી પડે છે તેમ કુદી પડી હતી. સપા-બસપાએ રાઈટ સ્વાઈપ કરીને ડેટિંગ ચાલુ કરી દીધી હતી પણ આખરે તેનું  બ્રેક અપ થઈ જ ગયું.

ગઠબંધનનું બ્રેક અપ થવાનું કારણ પેટાચૂંટણી છે અને બીજુ માયાવતીને ગઠબંધન સાથે ભવિષ્ય નથી દેખાતું.  અહિં ગઠબંધનને ‘ફ્રેન્ડઝોન’ કર્યો છે…. હા પણ નથી પાડી અને ના પણ નથી પાડી…

બિચારું ગઠબંધન  અરીજીતના ગીત ”મહેફિલ મે તેરી હમ ના રહે તો ગમ તો નહિ હૈ… કિસ્સે હમારી નઝીદીકીઓ કે કમ તો નહિ હૈ…” એકસુરે ગાય રહ્યુ છે.   અને અખિલેશની હાલત થ્રી ઈડિયટ્સના ચતુર જેવી થઈ ગઈ છે  ”ક્યા હુઈ?”  અખિલેશને કઈ સમજાતુ જ નથી કે થઈ શું રહ્યુ છે.

બિચારું ગઠબંધન.. દયા આવે છે.. પણ આ બધા વચ્ચે ટીંડર ચલાવનાર જનતાને ગુસ્સો આવ્યો છે.. આવા ટાઈમ પાસ લોકોને કારણે જ ટીંડર હેંગ થાય છે. જેવી રીતે ટીંડરમાં બગ્સ આવી જાય છે એવી રીતે જનતાના વિકાસના કામો પણ નથી થતા.  જનતા થોડા દિવસમાં આ સપા-બસપાને બ્લોક કરી દે તો નવાઈ નહિ.

અને આ જુઓ કેજરીવાલ સર હજુ પણ તેને કોઈ રાઈટ સ્વાઈપ કરે તેની રાહ જોઈ રહ્યા છે. કેજરીવાલ સરે તો  કોઈની પ્રોફાઈલ જોયા વિના બધાને એકસાથે રાઈટ સ્વાઈપ કર્યા તો પણ કોઈ મળ્યું નહિ.

કોંગ્રેસનું પાછું જબરું છે.. રાહુલજી “ફ્રેન્ડસ વિથ બેનિફીટ”નાં કોનસેપ્ટમાં માને છે. ફાયદો થતો હોય તો હાથ આપવાનો બાકી મેસેજના રિપ્લાઈ પણ નહિ આપવાનાં

આ બધી પાર્ટીઓ, શીખો જરા શીખો સાહેબ પાસેથી સંબંધ નિભાવતા… ગઠબંધન જ જનતાના પ્રશ્નો,વિકાસ,સ્વચ્છતા,સૈનિકોના સન્માન સાથે કરેલું છે. આમને ક્યારેય ટીંડર પર એકાઉન્ટ બનાવવાની જરૂર જ નથી પડી..

અખિલેશે અત્યારે ફરીથી કોંગ્રેસને રાઈટ સ્વાઈપ કર્યુ છે જુઓ શું થાય છે…?

કોંગ્રેસ,અખિલેશ,માયાવતી ગમે તેટલા ધમપછાડા કરો આ નજીકના ભવિષ્યમાં તમારું મેળ પડે એવું લાગતું નથી…

Leave a Response

error: Content is protected !!