રાજનીતિ

106 વર્ષથી લઈ સાડા ત્રણ વર્ષના બાળક એક જ પરિવારના સભ્યોએ આયુર્વેદિક પધ્ધતિથી કોરોનાને હરાવ્યો

312views

કોરોનાના કહેર બધા પર એવો વરશે છે કે તેનાથી બચવું ખુબ કઠણ છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે કોઈપણ ને પોતાની ઝપેટમાં લઈ લે છે પંરતુ જો મનમાં તેને હરાવવાનો જુસ્સો હોય તો હરાવી પણ શકાય છે.કહેવાય છે “કાળાં માથાના માનવીથી અશક્ય કાંઈ નથી” તેનું ઉદારણ પૂરું પાડ્યું સુરતના ગોયાણી પરિવારે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક જ પરિવારની ચાર પેઢી એક સાથે સંક્રમિત થઈ હતી. જેમાં 106 વર્ષની સૌથી વધુ ઉંમરના દાદા અને સાડા ત્રણ વર્ષનો તેમનો પ્રપૌત્ર,ગર્ભવતી પૌત્રવધુ સહિતના સાત લોકો કોરોનાગ્રસ્ત થયા હતા.


રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કંપનીમાં કામ કરતાં 106 વર્ષના ગોવિંદભાઈ ગોયાણીના પૌત્ર કેડીને સૌ પ્રથમ બે દિવસ તાવ આવ્યો હતો. જેથી તેનો રિપોર્ટ કરાવાતા તેનામાં કોવિડ-19નો ચેપ હોવાનું સામે આવ્યું હતું. ઘરમાં એક પોઝિટિવ કેસ હોવાથી અન્ય સભ્યોનો પણ રિપોર્ટ કરાવાયો હતો. નવ સભ્યોનો રિપોર્ટ કરાવાતા એક જ પરિવારની ચાર પેઢીમાં ગોવિંદ દાદા, તેમના પુત્ર લાધાભાઈ અને પત્ની શિવકુંવરબેન, પૌત્ર કેડી અને અશ્વિન-પત્ની કિંજલ, પ્રપૌત્ર સનતનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અશ્વિનભાઈ ગોયાણીએ જણાવ્યું હતું કે, અમે દાદાને કહ્યું જ નહોતું કે તમને કોરોના છે. તેઓ 106 વર્ષની વયે પણ સ્વસ્થ છે. આમ પણ તેઓ બહાર જતા નથી અને કોરોનાના લોકડાઉન બાદ તો તેઓ ઘરની બહાર જ નીકળ્યા નથી. તેમને એટલી ખબર છે કે, શહેરમાં મહામારી ફેલાઈ છે. પરંતુ તેઓ પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તે વિષે તેને જાણ જ નથી કરી. હવે બધા કોરોના મુક્ત થઈ ગયા છે જેથી આનંદ છે. ગોયાણી પરિવારનું કહેવું છે કે, કોરોના થાય તો સારવાર લો, માનસિક રીતે મજબૂતીથી કોરોનાને ઝડપથી હરાવી શકાય છે. 


સારવાર અંગે કેડી ગોયાણીએ જણાવ્યું હતું કે, આયુર્વિદેક દવા માટે ડો. મેધાબેન પટેલ ઘરેથી જ ફોન પર માર્ગદર્શન આપીને દવાઓ આપતાં હતાં.રસિકભાઈ ઈટાલીયા દ્વારા પરિવારને ફાકી પહોંચાડવામાં આવતી હતી. આયુર્વેદિક ફાકીનું ભુખ્યા પેટે ત્રણ ટાઈમ સેવન કરવામાં આવતું હતું.ડો.સંજયભાઈ સાવલિયા દ્વારા વિટામીનની ગોળીઓ, એલોપેથિક દવાઓ આપવા અને ઓક્સિજનનું લેવલ ચેક કરવા તેઓ ઘરે આવતાં હતાં.સાથે જ દરેક સભ્યો ગરમ પાણીના કોગળા કરતાં, હળદરવાળું દૂધ પીતા અને લીંબુ અને ઉકાળાનું સેવન કરતાં હતાં. 

ઉલ્લેખયનીય છે કે ગોયાણી પરિવાર મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના ગોવિંદભાઈ રત્નાભાઈ ગોયાણી તેમના બીજા નંબરના સંતાન લાધાભાઈ સાથે સુરતના મોટા વરાછા સ્થિત રાધે રેસિડેન્સી રહે છે. ગોયાણી પરિવાર 25 વર્ષથી સુરતમાં રહે છે.

Leave a Response

error: Content is protected !!