રાજનીતિ

અંબાલાલ પટેલે શું કરી હવામાનની આગાહી ? મેઘરાજા રાજ્યભરમાં ફરી એક્ટિવ ક્યારે થશે ?

783views

અમદાવાદમાં સોમવાર અને મંગળવાર જ્યારે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં 2 જુલાઇ સુધીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

  • છેલ્લા કેટલાક દિવસોથી નિયમિત વરસાદ ન આવવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા
  • ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસ અંગે મહત્વની આગાહી કરી હતી.
  • અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે.
  • 29-30 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
  • 4થી 7 જુલાઈ ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 4થી 7 જુલાઈએ પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • તો 7 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ થશે.

હવામાન વિભાગે શું કહ્યુ ?

હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલથી બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજથી નવસારી, ભાવનગર, વલસાડ,દીવ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છને પણ મેઘરાજા ઘમરોડી શકે છે. 30 જૂને અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે.

આગામી સપ્તાહ સુધી જિલ્લાનું હવામાન શરૂઆતના બે-ત્રણ દિવસ સુકું રહેશે ત્યારબાદ છુટાછવાયા ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન રવિવારે કંડલા પોર્ટ વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો 38.9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને લોકોએ ભારે ગરમી અનુભવી હતી. હાલમાં રાજ્યના અન્યભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છમાં વાતવરણ સુકું રહેવાની આગાહી છે. શરૂઆતમાં વરસાદ થયા બાદ લોકોને અપેક્ષા હતી કે આગાહી મુજબ ઝાપટાઓ કચ્છમાં ચાલુ રહેશે અને ચોમાસુ જમાવટ કરશે પણ એમ થયું નથી.

Leave a Response

error: Content is protected !!