રાજનીતિ

પુલવામામાં આતંકીઓએ કર્યો IED વિસ્ફોટ, 5 જવાન ઈજાગ્રસ્ત, એક આતંકવાદી ઠાર

118views

પુલવામામાં ફરી એક વખત સેનાના કાફલાને નિશાન બનાવીને IED વિસ્ફોટ કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે કરાયેલા આ વિસ્ફોટમાં સેનાના 5 જવાન ઘાયલ થયા છે. અત્યારે આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે સામ-સામો ગોળીબાર ચાલુ છે. જોકે, આતંકીઓ પોતાનો ઈરાદો પાર પાડવામાં નિષ્ફળ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ સુરક્ષાબળોની ગાડી પર બ્લાસ્ટ કર્યો હતો. જેના કારણે કૈસ્પર વાહન ક્ષતિગ્રસ્ત થયું છે.

આ આતંકવાદી હુમલામાં સેનાના 5 જવાન ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.સુરક્ષાબળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ હુમલો સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર કરવામાં આવ્યો છે. આ હુમલો સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર કરવામાં આવ્યો છે. આતંકીઓએ 44 રાજપૂતાના રાઇફલને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં એક દિવસ પહેલાં જ આઈઈડી બ્લાસ્ટનું એલર્ટ જાહેર કરાયું હતું. જે બાદ સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાને જ આ હુમલાનું એલર્ટ ભારત અને અમેરિકાને આપ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઝાકિર મૂસાની હત્યાનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કરાયો છે.

એલર્ટમાં પાકિસ્તાને જણાવ્યું હતું કે, આઈઈડી બ્લાસ્ટ થઈ શકે છે. આ એલર્ટ બાદ સુરક્ષાદળ સતર્ક થઈ ગયું હતું. પાકિસ્તાને જણાવ્યું હતું કે, સાઉથ કાશ્મીરમાં આતંકી હુમલો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં જ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરી હતી.

Leave a Response

error: Content is protected !!