Corona Update

આયુષ મંત્રાલયનું મહત્વનું નિવેદન, જુલાઈમાં લાવી આવી શકે છે કોરાનાની આર્યુવેદિક દવા,નામ છે આયુષ-64

1.43Kviews

આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાએ કોરોના માટે 4 દવાઓ બનાવી છે. ચાર દવાઓમાંથી એક આયુષ-64 છે. આ ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી છે. આ ડ્રગનો ટ્રાયલ આયુષ મંત્રાલય દ્વારા જયપુરની આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ જયપુરમાં જ કોરોના દર્દીઓમાં શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલી વાર છે જ્યારે આયુષ મંત્રાલય દ્વારા કોરોના દર્દીઓ પર ડ્રગની અજમાયશ કરવામાં આવી છે.

આયુશ વિભાગના મંત્રીએ કહ્યુ છે કે આ પરિક્ષણ જુલાઈ સુધીમાં થઈ જશે અને જુલાઈના અંત સુધી દવા આવી શકે છે.

મીડિયા સાથે વાત કરતાં આયુષ પ્રધાન શ્રીપદ નાયક કહે છે કે આયુષ મંત્રાલય તરફથી કોરોનાની દવા પર પણ કામ ચાલી રહ્યું છે. અને જુલાઈ મહિના સુધીમાં, આયુષ મંત્રાલય દ્વારા કોરોનાની દવા પણ બજારમાં લાવવામાં આવી શકે છે.

Leave a Response

error: Content is protected !!