રાજનીતિ

મોદી 2.0 :મોદીએ લીધા મહત્વના આ નિર્ણયો

149views

મોદીના મહત્વના નિર્ણયો જેને આપી દેશને નવી દિશા એક નઝર એવા કામ પર જે એક વખત બસ સપનું જ હતું જે સપનાને આકાર આપ્યો મોદીએ

આર્ટિકલ 370

જમ્મુ કાશ્મીરમાં બંધારણની કલમ 356 લાગુ નહોતી થતી. આ કારણે રાષ્ટ્રપતિ પાસે રાજ્ય સરકારને બરખાસ્ત કરવાનો અધિકાર નથી. એટલે કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગતું નથી, પરંતુ રાજ્યપાલ શાસન લાગે છે. ભારતના બંધારણની કલમ 360 અંતર્ગત દેશમાં નાણાકીય કટોકટી લગાવવાની જોગવાઈ છે, પરંતુ તે જમ્મુ કાશ્મીરમાં લાગુ નથી થતી. જમ્મુ કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો જ્યારે ભારતના અન્ય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. આ ઉપરાંત બીજા કાયદાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દૂર કર્યા છે. જેથી દેશભરના લોકો મોદી સરકારની વાહ..વાહ. કરે છે.

આર્ટિકલ 35A

મોદી સરકરે જમ્મુ કશ્મીરમાંથી35Aને હટાવ્યા પછી અસ્થાયી નાગરિકો જમ્મુ કાશ્મીરમાં નિવાસ કરી શકે છે. અને ત્યાં જમીન પણ ખરીદી કરી શકે છે. મોદી સરકારની આ પહેલ થી દેશના લોકોને ઘણો ફાયદો થયો છે.

ટ્રિપલ તલાક

પોલીસ અને મેજિસ્ટ્રેટ કોર્ટ પીડિત પત્નીના પતિની વાત સાંભળશે. પત્નીનો પક્ષ સાંભળ્યા પછી જમાનત મળી શકશે. દોષી સાબિત થયા પછી પતિને 3 વર્ષની સજા અને પત્નીને ગુજરાન ભથ્થું આપવું પડશે. મુસ્લિમ મહિલાઓના અટકેલાં બિલને ભાજપે 34 વર્ષથી સંસદમાં અટકેલા ત્રણ તલાક બિલને પસાર કરીને મોટી સફળતા મેળવી છે. આ બિલને પાસ કરવા ભાજપે પૂરેપૂરી તાકાત લગાવી દીધી હતી. છેવટે રાજ્યસભામાં ત્રીજા પ્રયાસમાં તેને સફળતા મળી.

એન્ટી ટેરર ​​લો

આતંકવાદ વિરોધી નવો કાયદો, જે હેઠળ વ્યક્તિઓને આતંકવાદી જાહેર કરી શકાય છે અને તેમની મિલકતો જપ્ત કરવામાં આવી છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભા આ કાયદા માટે સંમતિ આપી હતી.

બેંકોના વિલીનીકર

મોદી સરકારની વધુ એક પહેલ એટલે બેન્કો મર્જ કરવી. પૂર્વે નાણામંત્રી નિર્મલા સીતારામને 10 સરકારી બેન્કોને મર્જ કરીને ચાર મોટી બેંકો બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં પંજાબ નેશનલ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, કેનરા બેન્ક, સિન્ડિકેટ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્ર બેન્ક, કોર્પોરેશન બેન્ક, ઈન્ડિયન બેન્ક અને અલ્હાબાદ બેન્કનું મર્જર કરી તેમાંથી ચાર મોટી બેન્ક બનાવવાની સરકારની યોજના છે.

પોક્સો એક્ટ

સંસદે સંરક્ષણ દ્વારા બાળકોના જાતીય અપરાધો બિલ, પોકસો 2019 ને લોકસભાએ સર્વાનુમતે મંજૂરી આપીને પસાર કર્યું. … બાળ અશ્લીલતાને રોકવા માટે, બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે લોકો અશ્લીલ હેતુ માટે બાળકનો ઉપયોગ કરે છે તેમને પાંચ વર્ષની સજા અને દંડની સજા કરવામાં આવશે.

રામ મંદિર

ભાજપાએ અયોધ્યામાં મંદિરના નિર્માણ માટે વર્ષો સુધી અભિયાન ચલાવ્યું હતું. હવે ચુકાદા મારફતે મંદિરનો માર્ગ મોકળો થવો તે 69 વર્ષિય મોદીના બીજા કાર્યકાળની શરૂઆતી દિવસોની આ મોટી જીત છે.

Leave a Response

error: Content is protected !!