રાજનીતિ

મોદીએ જોગિંગ કરતાં કર્યું આ કામ, દેશ દુનિયામાં થઈ રહ્યા વખાણ.. તમે જાણો

109views

દિવાળીએ આપણે ઘર કે ઓફિસની સાફસફાઈ કરવાની માનસિકતા ધરાવીએ છીએ. જ્યારે આ માણસ ઘર કે ઓફિસ સિવાય દેશ-દુનિયાને સ્વચ્છ કરવાની માનસિકતા ધરાવે છે. ચોક્કસ ઘણાને નાટક લાગશે પણ નાટક સમજવાવાળા કરતાં આમાંથી શીખ લેવાવાળા નક્કી વધુ હશે.

જી હા વાત થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, જેઓ તમિલનાડુના મહાબલીપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. શનિવારે સવારે મહાબલીપુરમના દરિયાઈ કિનારે તેમણે 30 મિનિટનું જોગિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરિયા કિનારાની સફાઈ માટે કચરો પણ ઉપાડ્યો હતો. વડાપ્રધાને લોકોને જાહેર જગ્યાઓને સાફ રાખવાની અપીલ કરી હતી. જોગિંગ કરતાં કરતાં કચરો ઉપાડવાને પ્લોગિંગ કહેવામાં આવે છે.

તો આવો આ દિવાળીથી હું, તમે, આપણે રહેવાના કે કામ કરવાનાં સ્થળ સિવાય આપણા દિલ-દિમાગથી લઈ દેશ-દુનિયામાં રહેલી ગંદકી દૂર કરી સ્વયંથી લઈ સમગ્ર શ્રુષ્ટિને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ લઈએ.

Leave a Response

error: Content is protected !!