રાજનીતિ

મોદી સરકારની કેબિનેટ બેઠક : જમ્મુ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવાયુ, સીમા પર આરક્ષણ લાગુ

151views

મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં પ્રધાનોને ખાતાઓની વહેચણી બાદ 12મી જૂને મોદી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળી જેમાં ત્રિપલ તલાક બીલ, જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન, જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા લોકો માટે આરક્ષણ, ૨૦૦ પોઈન્ટ રોસ્ટર સહિતનાં અનેક નિર્ણયો લેવાયા. સૌથી મહત્વનો નિર્ણય ત્રિપલ તલાકનો છે.  નવી મોદી સરકારની પ્રથમ કેબીનેટ બેઠકનાં નિર્ણયો, વિસ્તારથી.

ત્રિપલ તલાક બીલ


મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળમાં ત્રિપલ તલાક બીલ લોકસભામાં પસાર થઇ ગયું હતું પણ રાજ્યસભામાં અટકી ગયું હતું. આ દરમિયાન 16મી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થતાં હવે 17મા લોકસભાનાં પ્રથમ સત્રમાં ત્રિપલ તલાક બીલ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ નવા ત્રિપલ તલાકમાં સરકારે વિપક્ષીઓની માંગણીઓ અને સૂચનોને પણ સમાવી લીધા છે. ત્રિપલ તલાક બીલ મુસ્લિમ મહિલાઓને વૈવાહિક અધિકારોને સંરક્ષણ આપે છે.

જમ્મુ-કાશ્મીરમાં આરક્ષણ


પ્રથમ કેબીનેટ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં આરક્ષણ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે જમ્મુ કાશમીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી છે, જેનાથી જમ્મૂ-કાશમીરમાં આતંરાષ્ટ્રીય સીમાની પાસે રહેનાર લોકોને રાહત મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે રિઝર્વેશન માટે ત્યાં 1954ના રાષ્ટ્રપતિ આદેશમાં ફેરફાર કરીને રિઝર્વેશનના પ્રાવધાનમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત જમ્મૂ-કાશમીરમાં નિયંત્રણ રેખાની પાસે રહેનાર લોકોની સાથે-સાથે હવે આંતરાષ્ટ્રીય સીમા 435 ગામડાઓમાં રહેનારા સાડા ત્રણ લાખથી વધુ લોકોને પણ રિઝર્વેશનનો લાભ મળશે. અત્યાર સુધી માત્ર નિયંત્રણ રેખાની પાસે રહેનાર લોકો માટે આ સુવિધા ઉપલબ્ધ હતી.

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવાયું
જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપીનાં ગઠબંધન વાળી સરકાર પડી ભાંગ્યા બાદ ત્યાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ શાસન લગાવાયું હતું. એક અનુમાન પણ લગાવાઈ રહ્યું હતું કે લોકસભા ચૂંટણી 2019 ની સાથે જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજાશે. પણ ત્યાં ચૂંટણી ણ યોજાઈ અને રાષ્ટ્રપતિ શાસન યથાવત રહ્યું. મોદી સરકારનાં બીજા કાર્યકાળની પ્રથમ કેબીનેટમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ 6 મહિના લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીમાં ૨૦૦ પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ
દેશની યુનિવર્સિટીઓમાં વિવિધ ભરતીઓને લઈને સુપ્રીમ કોર્ટે વિભાગો પ્રમાણે આરક્ષણ પદ્ધતિ દખલ કરી ૨૦૦ પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ નાબૂદ કરી ૧૩ પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ અમલી બનાવી હતી. જેણે કારણે SC, ST, OBC ને અન્યાય થતો હતો આથી મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળમાં ૨૦૦ પોઈન્ટ રોસ્ટર પદ્ધતિનો અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો. પરંતુ 16મિ લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થતાં હવે 17મી લોકસભામાં બીલ સ્વરૂપે રજૂ કરાશે.

આધાર સંશોધન બીલ
આધાર કાયદાને વધુ સરળ બનાવવા મોદી સરકાર આધાર સંશોધન બીલ લાવશે જે અંતર્ગત બેંકમાં ખાતું ખોલાવતા સમયે અને સીમ કાર્ડ લેતાં સમયે હવે વ્યક્તિએ ફરજિયાત આધારકાર્ડ રજૂ કરવાનું રહેશે નહી.

Leave a Response

error: Content is protected !!