Corona Update

મોદી સરકારે કર્યા ઈતિહાસના સૌથી મોટા સુધારા, ચીન,અમેરિકા,રૂસ સહિતાના દેશો પણ રહી ગયા અચંબિત

2.43Kviews
  • સંરક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદાને 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવશે

  • કોલસા ખોદકામમાં સરકારની ઈજારાશાહીનો અંત, હવે કોર્મશિયલ માઈનિંગ થશે

કોલસા, ખાણ ક્ષેત્રમાં સરકારની જાહેરાત

  • કોલસા સેક્ટરમાં સરકાર સ્પર્ધાત્મકા, પારદર્શિતા લાવવામાં આવશે, આ સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ સુનિશ્ચિત કરવામા આવશે. રેવન્યી શેરિંગ મીકેનિઝમ રજૂ કરવામાં આવશે.
  • કોલસાના બ્લોકમાં ખાનગી સેક્ટર સંશોધન માટે બિડમાં ભાગ લઈ શકશે. આશરે 500 જેટલા માઈનિંગ બ્લોક બિડ માટે ઓફર કરવામાં આવશે.
  • એટલે કે કોલસા સેક્ટરમાં હવે સરકારની ઈજારાશાહીનો અંત આવશે અને આ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધશે.કોલસા સેક્ટરમાં ઉદારીકરણને વેગ આપી નીતિ વિષયક સુધારા કરવામાં આવશે.
  • એલ્યુમિનિયમ ઉદ્યોગની સ્પર્ધાત્મકને વધારવા માટે બોક્સાઈડ અને કોલ મિનરલ બ્લોકના સંયુક્ત રીતે ઓક્શન વ્યવસ્થા દાખલ કરવામાં આવશે. તે એલ્યુમિનિયમ ઉદ્યોગની વીજળી ખર્ચમાં ઘટાડો કરવામાં મદદરૂપ બનશે.

સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને ઉત્તેજન આપવામાં આવશે

  •  મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદન માટે આત્મનિર્ભર બનવામાં આવશે.
  • ચોક્કસ સમય મર્યાદામાં પ્રતિબંધ મુકવા માટે ચોક્કસ પ્રકારના હથિયારો/પ્લેટફોર્મની યાદી રજૂ કરવામાં આવશે.
  • સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે વિદેશી રોકાણની મર્યાદાને 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવશે.
  • જેટલા કોલસાની જરૂરત હોય એટલા જ પ્રમાણમાં કોલસાની આયાત કરવામાં આવશે. ખાણ ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ખાસ કરીને ઉત્ખનનમાં અત્યાધુનિક ટેકનોલોજી લાવવા તથા વિકાસ, રોજગારીને વેગ આપવા માટે માળખાગત સુધારા કરવામાં આવશે.

નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર

નાગરિક ઉડ્ડયન માટે કાર્યક્ષમ એરસ્પેસ મેનેજમેન્ટ સાથે ફ્લાઈંગ કોસ્ટમાં રૂપિયા 1,000 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.

  • ભારતીય એરસ્પેશના ફક્ત 60 ટકા જ મુક્તપણ ઉપલબ્ધ બનશે.
  • પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મારફતે વિમાની મથકોને વિશ્વ કક્ષાના બનાવવામાં આવશે.
  • એએઆઈ દ્વારા 6 હવાઈ મથકને પીપીપી અંતર્ગત વિકસિત કરવામાં આવશે.
  • એરક્રાફ્ટ મેન્ટેઈનન્સ, રિપેર અને ઓવરહોલ્ટ (એમઆરઓ) માટે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં આવશે.
  • એરસ્પેશના મહત્તમ ઉપયોગ સાથે ઈંધણના વપરાશ તથા સમયની બચત કરવામાં આવશે.
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ડાઉનપેમેન્ટ રૂપે રૂપિયા 2,300 કરોડ મળશે
  • વિમાનોના જાળવણી ખર્ચ (મેન્ટેઈનન્સ કોર્ટ)ને ઘટાડવામાં આવશે.
  • આગામી ત્રણ વર્ષમાં એરક્રાફ્ટ કોમ્પોનેન્ટ રિપેર્સ અને એરફ્રેમ મેન્ટેઈન્સને રૂપિયા 800 કરોડથી વધારી રૂપિયા 2000 કરોડ થશે.

Leave a Response

error: Content is protected !!