જાણવા જેવુરાજનીતિ

પર્યાવરણને બચાવવા મોદી સરકાર કટિબદ્ધ, 2.6 કરોડ હેકટર જમીનને બનાવશે ફળદ્રુપ

107views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોપ-14 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ સંમેલનને સંબોધિત કર્યું હતું. આ સંમેલનના આઠમા દિવસે મોદીએ કહ્યું કે, ભારત 2030 સુધી 2.6 કરોડ હેક્ટર બંજર જમીનને ઉપજાઉ બનાવાશે. પહેલા આ લક્ષ્ય 2.1 હેક્ટરનું હતું. વર્ષ 2015થી 2017 સુધી દેશમાં વૃક્ષ અને જંગલના દાયરામાં આઠ લાખ હેક્ટરનો વધારો થયો છે. ભારત ક્લાઈમેટ ચેન્જ, જૈવ વૈવિધ્ય અને જમીનનું ધોવાણ અટકાવવા માટે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, તાપમાનમાં વધારો, અસામાન્ય વરસાદ અને તોફાનોના કારણે જમીન નષ્ટ થઈ રહી છે. બંજર જમીનને યોગ્ય બનાવતા જળ સંકટ પણ ઉકેલાઈ જશે. અમે જળશક્તિ મંત્રાલયનું પણ ગઠન કર્યું છે. તે પાણી સંબંધિત સમસ્યાઓ ઉકેલવાનું કામ કરે છે. જળ પુરવઠામાં વધારો, જળ સંચયને પ્રોત્સાહન, જળ પ્રવાહને ધીમો કરવો અને માટીમાં ભેજ જાળવી રાખવો એ પણ અમારા લક્ષ્ય છે. ભારતની જમીનને ઉપજાઉ બનાવવા માટે રિમોટ સેન્સિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. અમે થોડા વર્ષોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને પણ ખતમ કરી દઈશું. ક્લાઈમેટ ચેન્જની નકારાત્મક અસરો આખા વિશ્વમાં અનુભવાઈ રહી છે.

COP 14 કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતના સંસ્કારોમાં ધરતી પવિત્ર છે, દરેક સવારે જમીન પર પગ રાખતા પહેલા આપણે ધરતીની માફી માંગીએ છીએ. પીએમએ કહ્યું કે, આજે દુનિયામાં લોકોએ ક્લાઈમેટ ચેન્જ મુદ્દે નકારાત્મક વિચારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણે સમુદ્રોનું જળસ્તર વધી રહ્યું છે અને ભારે વરસાદ, પૂર અને તોફાનની અસર ઠેર ઠેર જોવા મળી રહી છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ભારત આ મુદ્દા પર ત્રણ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે, જેનાથી અમારા પ્રયાસો અંગે દુનિયાને પણ ખબર પડશે. ભારત ક્લાઈમેટ ચેન્જ અને ભૂ રક્ષણ મુદ્દે દુનિયામાં ઘણા પ્રકારે પગલાઓ ભરવા માટે તૈયાર છે.

સંયુક્ત રાષ્ટ્રના નાયબ મહા સચિવ અમીના મોહમ્મદે કહ્યું કે, અમે એજન્ડા 2030 બનાવ્યો હતો. તેનો એક તૃતિયાંશ સમય વીતી ચૂક્યો છે. તમામ દેશની જમીનનું ધોવાણ અટકાવવાના કામમાં તેજી લાવે. જમીન ક્લાઈમેટ ચેન્જ અને જૈવ વૈવિધ્યમાં સંતુલન બનાવીને પર્યાવરણની સુરક્ષા કરી શકાય છે.

સરકારી આંકડા પ્રમાણે ભારતમાં આશરે 14 કરોડ હેક્ટર જમીન પર ખેતી કરાય છે. વર્ષ 2017-18માં આશરે 68 કરોડ ટનનું અનાજ અને ગેર-અનાજનું ઉત્પાદન થયું. અનાજનું ઉત્પાદન 28.50 કરોડ ટન અને ગેર-અનાજ (કપાસ, શણ અને શેરડી)નું ઉત્પાદન આશરે 39 કરોડ ટન રહ્યું. આ રેશિયોના આધારે જોવામાં આવે તો 2.1 કરોડ ટન હેક્ટર બંજર જમીન ઉપજાઉ થવા પર 10.20 કરોડ ટન ઉત્પાદન વધશે. ઉત્પાદનની ગણના જુલાઈથી જૂન સુધી કરાય છે. 10 વર્ષમાં 50 લાખ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવશે.

Leave a Response

error: Content is protected !!