રાજનીતિ

મોદી સરકારનો નિર્ણાયક નિર્ણય:દેશભરના કામદારો-શ્રમિકોને વેતનમાં 14 થી 28 ટકા જેટલો વધારો

85views

મોદી સરકારે ગરીબોના ઉદ્ધાન માટે અનેક યોજનાઓ બહાર પાડી છે. ત્યારે શ્રમિકોને આપવામાં આવતા વેતનમાં મોદી સરકાર વધારો કરવા જઇ રહી છે. જેમાં દૈનિક વેતન રૂ. 200 થી 225 ની વચ્ચે નક્કી કરવામાં આવે તેવી શકયતા છે. સરકારના આ નિર્ણયથી શ્રમિકોના વેતનમાં 14 થી 28 ટકા જેટલો વધારો થશે.  હાલ કેટલાક રાજ્યોમાં દૈનિક રૂ. 175 ચૂકવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે 2017માં નક્કી કરવામાં આવેલ પગારની માર્ગદર્શિકા અનુસાર હાલ જે પગાર ચૂકવવામાં આવે છે તેમાં 28 ટકાનો વધારો થઇ શકે છે. આ નવા નિયમનો કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્યોએ અમલ કરવાનો રહેશે.

દેશભરમાં કામ કરતા કામદારો-શ્રમિકોને મળતા લઘુતમ વેતનમાં આવતા ૩ મહિનાની અંદર વધારો થાય તેવી પુરેપુરી શકયતા છે. કેન્દ્ર સરકારે કામદારો માટેના નવા નિયમો ઘડયા છે. જે અંતર્ગત લઘુતમ વેતન પણ વધશે.

Leave a Response

error: Content is protected !!