રાજનીતિ

‘મોદી હૈ તો કુછ ભી મુમકીન હૈ’:જાણો મોદીનું મેનેજમેન્ટ

99views

આજે વર્ષોથી વિવાદિત કેસ અયોધ્યા રામ મંદિર અંગે ચુકાદો આવી ગયો છે.એમ ન કહી શકાય કે ચુકાદો એક તરફી છે બંને પક્ષે ન્યાય આપવામાં સુપ્રીમ કોર્ટને સફળ રહ્યું છે તમામ મુસ્લિમોએ પણ આ ચુકાદાનું સંમ્માન કર્યું છે અને સ્વીકાર્યો છે આ કોઈ અજુબાથી ઓછું નથી પણ આ અજુબો કરનાર જાદુગર બીજું કોઈ નહિ પણ આપણા વડપ્રધાન નરેન્દ્ર મોદી જ છે.હા તેમની સમજદારી અને સૂઝ-બુઝના જેટલા વખાણ કરીયે તેટલા ઓછા છે.ના હું ભક્ત નથી પરંતુ વાસ્તવિકતા દર્શાવું છું.યાદ છે કલમ 370 નાબુદીની ઐતિહાસિક ઘટના જે નિર્ણય લેવા સૌ કોઈ માંગતા હતા પણ પેલી કહેવત છે ને “બિલ્લી કે ગલે મેં ઘંટી કૌન બાંધેગા”એ માટે પણ 56ની છાતી જોઈએ ત્યારે પણ એક લોહીનું ટીપું વહાવ્યા વગર નિર્ણય લાવ્યો તો અને આજે પણ એ દોહરાવામાં આવ્યું છે.દેશને શાંતિની અપીલ સાથે એ સમજાવ્યું કે “સત્ય સત્ય જ હોય છે”તો ચાલો આવા મોદીના મેનેજમેન્ટને જાણીયે

  • ચુકાદાને પગલે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યનો સાબદા રહેવાની સૂચના આપી છે. જ્યારે અયોધ્યામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 4000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સહિત રાજ્યોમાં શનિવારે સ્કૂલો અને કૉલેજો બંધ રાખી.
  • અયોધ્યાના ચુકાદાને પગલે આજે ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવાર સુધી સ્કૂલ-કૉલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત ડ્રોનથી અયોધ્યા પર નજર રાખવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં સંવેદનશીલ જિલ્લાઓ અને વિસ્તારોમાં પોલીસ પહેરો વધારી દેવામાં આવ્યો.
  • ઉત્તર પ્રદેશ ઉપરાંત દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાનની સરકારે શનિવારે તમામ સ્કૂલો અને કૉલંજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ફેંસલાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શનિવારે તમામ સ્કૂલો અને કૉલેજો બંધ રહેશે. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, “અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં કલમ 144 લગાવી દેવામાં આવી.
  • મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે આજે તમામ સ્કૂલો અને કૉલેજો બંધ રાખવાની માર્ગદર્શિકા જાહેર કરી  જ્યારે દિલ્હીની  સ્કૂલો અને કૉલેજો બંધ રાખવામાં આવી.
  • ચુકાદા પૂર્વે મંદિર શહેરમાં 12,000 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા.
  • અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર અપાયો: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર જુસ્સાને વેગ આપવા માટેના કોઈપણ પ્રયત્નો રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) ને આમંત્રણ આપી શકે છે. અયોધ્યાના ચુકાદા અંગે સોશિયલ મીડિયા પર કોઈ પણ વિવાદાસ્પદ પોસ્ટ્સ શેર કરવા અને પસંદ કરવાથી પોલીસ કાર્યવાહી પણ આકર્ષિત થશે.
  • કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અયોધ્યા જિલ્લાને લાલ, પીળો, લીલો અને વાદળી – વિવિધ સુરક્ષા ક્ષેત્રમાં વહેંચવામાં આવ્યો છે. જ્યારે લાલ અને પીળો ઝોન સેન્ટ્રલ પેરા લશ્કરી દળ (સીપીએમએફ) દ્વારા સુરક્ષિત કરવામાં આવશે, જ્યારે ગ્રીન અને બ્લુ ઝોન સિવિલ પોલીસ દ્વારા સંભાળ લેવામાં આવશે. લાલ સુરક્ષા ક્ષેત્ર વિવાદિત સ્થળને આવરી લે છે, પીળો ઝોન અયોધ્યાના પાંચ માઇલ પરિઘને આવરી લે છે, ગ્રીન ઝોન મંદિરના શહેરની 14 માઇલની પરિધિને આવરે છે અને વાદળી ક્ષેત્ર, અયોધ્યાના અડીને આવેલા જિલ્લાઓને આવરી લેવાયા.
  • અયોધ્યાના ચુકાદા અંગે વિરોધની તૈયારી માટે યુપી પોલીસ દ્વારા એન્ટી-રાયટ કવાયત પણ કરવામાં આવી.
  • પી.ટી.આઈ. ના રિપોર્ટ અનુસાર, અસ્થાયી જેલ તરીકે સેવા આપી શકે તેવી શાળાઓ અને કોલેજોને જિલ્લા અને રાજ્યના અન્ય સ્થળોએ પણ ઓળખવામાં આવી.

આમ આટલી કડક સુરક્ષા ગોઠવાઈ જેથી દેશમાં શાંતિનું વાતાવરણ બની રહ્યું અને તેનું પરિણામ આવ્યું કે દેશના સરકારને સમર્થન આપ્યું સપોર્ટ આપ્યો.આજે ફરી સાબિત થયું કે

“મોદી હે તો કુછ ભી મુમકીન હે”

આ વિચાર વિષે શું છે તમારો અભિપ્રાય જણાવો…..

Leave a Response

error: Content is protected !!