વિકાસની વાત

ગુજરાતના પનોતા પુત્રના સ્વાગતની તડામાર તૈયારીઓ.. જાણો પીએમ મોદીનો કાર્યક્રમ

119views

વડાપ્રધાન મોદી બીજી વખત શપથ ગ્રહણ કરે તે પહેલા હીરાબાનાં આર્શીવાદ મેળવવા આજે ગુજરાત આવી પહોંચશે. સતત બીજી વખત લોકસભામાં જીત બાદ પહેલી વાર ગુજરાત આવી રહ્યા હોવાથી કાર્યકર્તાઓ સહિત લોકોમાં ઉત્સાહનો માહોલ છે.

મોદીનો કાર્યક્રમ

  • રવિવારે સાંજે 5.00 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
  • 5.05 મિનિટે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ
  • 5.30 કલાકે ખાનપુર ભાજપ કાર્યાલય જાહેર અભિવાદન
  • 7.30 કલાકે ગાંધીનગર માતા હીરાબાના નિવાસસ્થાને મુલાકાત
  • 8.00 કલાકે રાજભવન ખાતે રાત્રિરોકાણ
  • રાજભવનમાં પ્રદેશ નેતાઓ સાથે બેઠક
  • સોમવારે સવારે 8.00 કલાકે રાજભવનથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના

ગુજરાત આવી રહેલા મોદી અને શાહ રવિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ભાજપના નેતાઓ અને કાર્યકરો એરપોર્ટ ઉપર નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે. મોદી એરપોર્ટથી ડફનાળા ચારરસ્તા- રીવરફ્રન્ટ થઇને સાંજે 5.30 કલાકે ખાનપુર જે.પી.ચોક ખાતે પહોંચશે. અહીં ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવાશે. મોદી અને અમિત શાહ અહીં આભારદર્શન જનસભા સંબોધશે અને પ્રજાજનોનું અભિવાદન કરશે. પરિણામો બાદ મોદીની આ પ્રથમ જાહેર સભા યોજાઇ રહી છે. ખાનપુરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ગાંધીનગર માતા હીરાબાની મુલાકાતે જશે. રવિવારે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સોમવારે સવારે દિલ્હી જવા રવાના થશે.

પ્રદિપસિંહ જાડેજાએ આ અર્થે એરપોર્ટ પર સુરક્ષા સમીક્ષા કરી હતી.

 

રાજભવનમાં આગામી રણનીતિ વિશે ચર્ચા

નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે રાજભવન ખાતે રાત્રે ગુજરાતની આગામી ચૂંટણી પર ચર્ચા કરશે. રાજ્યસભાની સ્મૃતિ ઈરાની અને અમિત શાહની બે બેઠકો ખાલી પડી છે તેના પર ચર્ચા સંભવ છે.બીજી તરફ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત મનાઈ છે.આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતા સાથે આગામી રણનીતિ અંગે બેઠક કરશે

error: Content is protected !!