રાજનીતિ

પુતિન, જિન પિંગ અને ટ્રમ્પ નેતાઓને પછાડી વડાપ્રધાન મોદી બન્યા સૌથી શક્તિશાળી નેતા

130views

ભારત માટે આજે મોટા સમાચાર સામે આવ્યા છે. દેશનાં વડાપ્રધાન મોદી વિશ્વમાં ફરીએકવાર ડંકો વગાડી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીને બ્રિટિશ હેરાલ્ડના એક પોલમાં રિડર્સે 2019ના દુનિયાના સૌથી તાકતવર શખ્સ તરીકે પસંદ કર્યા છે.બ્રિટિશ હેરાલ્ડનાં આ પોલમાં 25 સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જમાં વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ જેવા શક્તિશાળી નેતાઓ પણ હતા. જો કે જજ કરનારી પેનલે સૌથી શક્તિશાળી વ્યક્તિઓનાં ફાઇનલ 4 નામ સામે મુક્યા અને તેમના વચ્ચે મતદાન થયું.

બ્રિટનના મીડિયા હાઉસ બ્રિટિશ હેરાલ્ડે હાલમાં એક ઓનલાઈન સર્વે કરાવ્યો હતો. જેમાં સૌ પહેલાં નોમિનેશન તરીકે વિશ્વના 25 દિગજ્જ નેતાઓની યાદી બનાવવામાં આવી હતી. જેમાંથી નિષ્ણાતોની સમિતિએ સૌથી કદાવર ચાર નેતાઓને અલગ તારવ્યા હતા. જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ હતા.

બ્રિટિશ હેરાલ્ડે સર્વે માટે ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ)ની પદ્ધતિ અપનાવી હતી. જેમાં રિડર્સે વેબસાઈટ britishherald.com પર વિઝીટ કરી પૉલમાં ભાગ લેવાનો હતો. એક રીડર્સ એક જ વખત ભાગ લઈ શકે તેવી શરત હતી.

આશ્ચર્યની વાત એ છે કે પૉલ શરૂ થયાના ગણતરીના સમયમાં જ વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. પોતાના પસંદગીના નેતાને જીતાડવા માટે રીડર્સે દ્વારા વેબસાઈટ પર વિઝીટ વધી જતા આમ બન્યું હતું. વેબસાઈટને જૂન મહિનાના પહેલાં વિકમાં જ 25 લાખ હીટ્સ મળી હતી.

શનિવારે વોટિંગ પૂર્ણ થયા બાદ પીએમ મોદીને પોલમાં સૌથી વધારે 30.9 ટકા મત મળ્યા હતા. તે પોતાના પ્રતિસ્પર્ધી વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગથી બહુ આગળ હતા. આ પોલમાં મોદી બાદ બીજા નંબરે સૌથી તાકતવર શખ્સ તરીકે રશિયાના વ્લાદિમીર પુતિન રહ્યા હતા. જેમને 29.9 વોટ મળ્યા હતા. તો 21.9 વોટ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી તાકતવર શખ્સ મનાયા હતા. તે બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ચોથો નંબર આવ્યો હતો. લોકોએ તેમને 18.1 ટકા મત આપ્યા હતા. પીએમ મોદીની તસવીર બ્રિટિશ હેરાલ્ડ મેગેઝિનના જુલાઈ એડિશનના કવર પેજ પર પ્રકાશિત કરવામાં આવશે. આ એડિશન 15 જુલાઈએ રિલીઝ થશે.

બ્રિટીશ હેરાલ્ડની વેબસાઈટ પરના એક આર્ટિકલ અનુસાર તાજેતરના મહિનાઓમાં નરેન્દ્રભાઈ મોદીને ભારતીયો તરફથી વધુ અપ્રૂવલ રેટિંગ્સ મળ્યાં છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આતંકવાદ વિરુદ્ધ પોતાના વલણ અને બાલાકોટમાં આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક બાદ તેમના સમર્થકોમાં પણ ભારે વધારો થયો છે. આ ઉપરાંત આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના અને સ્વચ્છ ભારત અભિયાને પણ તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો છે.

Leave a Response

error: Content is protected !!