રાજનીતિ

તમિલ પોશાકમાં જિનપિંગને મળ્યા મોદી, ઐતિહાસિક સ્મારકોની લીધી મુલાકાત

172views

મહાબલીપુરમમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિંનપિંગની અનૌપચારિક મુલાકાત થઈ. બંને દેશો વચ્ચે સંબંધો સારા કરવાનાં ઉદ્દેશ સાથે ચીની રાષ્ટ્રપતિનો આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ છે.

ચીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે પહોંચેલા પીએમ મોદી પારંપરિક તમિલ પોશાક વેષ્ટિ (લુંગી જેવો પોશાક)માં પહોંચ્યા. ચીની રાષ્ટ્રપતિ પણ કેઝ્યુઅલ સફેદ શર્ટ અને પેન્ટમાં પહોંચ્યા. બંને નેતાઓએ ઉમળકાભેર હાથ મળાવ્યા. શીનાં સ્વાગત માટે ભારત તરફથી ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

વુહાનમાં ચીનનાં રાષ્ટ્રપતિએ જે રીતે પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતુ, કંઇક એ રીતે જ ચીની રાષ્ટ્રપતિનું મહાબલીપુરમમાં સ્વાગત કરવામાં આવ્યું. બંને નેતાઓ મમલ્લાપુરમમાં 3 સ્મારકોનો પ્રવાસ કરી રહ્યા છે. આમાં અર્જુનનું તપસ્યા સ્થળ, પંચ રથ અને શોર મંદિર સામેલ છે.

Leave a Response

error: Content is protected !!